આત્મનિષ્ઠા (ટૂંકમાં સમજવામાટે ફૂટનોટ જુઓ) ધર્મ નિષ્ઠાથી આ લોકમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખી રહે પણ જયારે દેહમાં દુ:ખ આવે અથવા ભય આવે ત્યારે કેવળ ધર્મ કામ નથી કરતો ત્યારે તો આત્મનિષ્ઠા નુ જરુર કામ પડે છે. માટે ધર્મનિષ્ઠાવાળાને પણ જરૂર આત્મનિષ્ઠા જોઇએ. તે આ લોકમાંજ આત્મનિષ્ઠાની જરુર છે એમ નહી પણ સમાધિમાં જાય ત્યારે પણ આત્મનિષ્ઠાનુ જરુર કામ પડે છે. (પ્ર.૧૮) જે દેહાભિમાની હોય તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શુ કહેવુ?......... ભગવાનના ભજનને વિષે કાંઇ વિક્ષેપ થઇ આવે છે. તેનુ કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે. પણ અંત: કરણ નથી. (પ્ર.૨૧) અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિયો અંત:કરણ દેવતા વિષય સર્વથી પોતાનું સ્વરુપ જુદુ સમજવુ અને જયારે સંકલ્પનો વિરામ થાય. (પ્ર.૫૬) પણ તે અભિમાન તો દેહાત્મ બુદ્ધિનેજ દૃઢ કરાવે છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઇ પ્રકારે અભિમાન રાખવુ નહી. (પ્ર.૬૧) આત્મનિષ્ઠા વિના અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહી... જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતાં આવડતું હોય તે તરી જાય.... તેમ માન અપમાન સુખ દુખ તે રુપી નદી તેને આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય છે. માટે દેહનેજ આત્મા માનીને તેની સાથે ઐક્યતાથી વર્તે તેને ધર્મનિષ્ઠા શુ કામ કરે? તેમ (પ્ર.૨૫) માટે સમાધી વાળાને પણ આત્મજ્ઞાનનુ જરૂર કામ પડે છે. અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને તો ઘણી કાચ્યપ રહી જાય છે. માટે નાડી પ્રાણ ખેંચાઈને સમાધી થાતી હોય તેને પણ આત્મનિષ્ઠાની જરૂર છે. નહી તો આ કહી તે ખોટ રહી જાય છે. તો આત્મનિષ્ઠા તે શું? તો આત્મા જે ભગવાનને વિષે જે અનન્ય ભાવથી નિષ્ઠા (સ્થિતિ) તે, અથવા આત્મા જે પોતાનો જીવાત્મામાં દૃઢ સ્થિતિ અથવા આત્મા જે અંત:કરણમાં દૃઢ સ્થિતિ અથવા આત્મા જે ઇન્દ્રિયોમાં દૃઢ નિષ્ઠા અથવા આત્મા જે દેહમાં ઐક્યતા દૃઢ સ્થિતિ તે છે? હવે તેમાં પ્રથમ વિચાર કરીએ તો વેદમાં ઇન્દ્રિયથી બળવાન વિષય ગણ્યા છે ને વિષયથી બળવાન મન છે. મનથી બળવાન બુદ્ધિ છે ને બુદ્ધિથી બળવાન જીવ કહે છે. એમ વશીકરણમાં ગણના કરી છે. તો જયારે સર્વે ને નિયમમાં કરીને ભગવાનમાં રાખવા હોય તેને આવી રીતે ક્રમથી વશ થાય છે. તેમ ઉપાય બતાવે છે. ને જો તે વશ ન કરે તો અસત માર્ગે લઇ જાય છે. ને ઉન્મત ઘોડાની માફક નષ્ટ થઈ જાય છે એમ બતાવે છે ને આંહી તો દેહાદિકને આત્માથી ભીન્ન કરીને અથવા જ્ઞાને કરી આત્મા-જીવથી ભીન્ન માનીને વર્તવાનુ છે. માટે પ્રથમ ક્રમ દેહ પછી ઇન્દ્રિયને પછી અંત:કરણ ને પછી જીવાત્માને પછી અક્ષરબ્રહ્મ ને પછી પુરુષોત્તમમાં સ્થિતિ કરવી છે. એમ ક્રમથી વર્ણન કરીએ છીએ. તેમાં પ્રથમથી આત્મનિષ્ઠા કે આત્મજ્ઞાન એક છે કે જુદા જુદા છે? પૂર્વ પક્ષ:- તો એમ જણાય છે કે બેય જુદી જુદી વસ્તુ છે કેમકે એકમાં આત્મામાં નિષ્ઠા (સ્થિતિ) છે ને એકમાં જ્ઞાન (જાણવુ) એવો જુદો જુદો અર્થ છે. માટે બેય વસ્તુ જણાય છે. ને શબ્દ પણ જુદા જુદા છે ને માર્ગ પણ જુદા જુદા છે. તે શું? તો જ્ઞાનથી વસ્તુનું સ્વરૂપ ઓળખાય છે ને નિષ્ઠા થી તો તે રૂપ થઇ જવુ એમ ભીન્ન પણું છે. તો એમ વિસ્તારથી જુદુ (ઉપલકથી) જાણવુ હોય તો જણાય છે. ઉત્તર પક્ષ:- પણ જયારે શ્રુતિ જે વચનામૃતનો પૂર્વાપર વિચાર કરીએ તો બે નથી પણ એક છે. કેમકે કોઇ સ્થળે જ્ઞાન શબ્દથી કહે છે. ને કોઈ ઠેકાણે નિષ્ઠા શબ્દથી કહે છે ને એક પ્રકરણમાં પણ એક જ્ઞાન શબ્દથી આરંભ કરેને મધ્યે નિષ્ઠાથી કહીને ઉપસંહાર પાછો જ્ઞાન શબ્દથી કરે છે. ને કોઇ સ્થળે નિષ્ઠા શબ્દથી આરંભ કરીને જ્ઞાન શબ્દથી ઉપસંહાર કરે છે માટે. જ્ઞાન કે નિષ્ઠાશબ્દ પર્યાય વાચક છે માટે એક જ છે. પણ આત્મનિષ્ઠા કે આત્મજ્ઞાન (આત્મનિષ્ઠા ને ભગવાનના મહાત્મ્યનુ જ્ઞાન) બે વસ્તુ નથી પણ એકજ છે. તે જુવો (પ્ર.૨૫) સમાધિવાળાને પણ આત્મ જ્ઞાનનુ જરુર કામ પડે છે.... પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને .... તારુ સ્વરુપ તો આત્મા છે પણ દેહ નથી..... તે સારુ દેહ થકી પોતાનુ સ્વરુપ જુદુ સમજવુ જોઇએ.... માટે અમે કહ્યા જે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્યનુ જ્ઞાન એ બે સાધન દૃઢ પણે રાખવા આ વચનમાં આત્મનિષ્ઠા શબ્દથી આરંભ છે ને ઉપસંહાર પણ આત્મનિષ્ઠા શબ્દથી છે ને વચ્ચે આત્મજ્ઞાનનુ જરૂર કામ પડે એમ મધ્યે આત્મજ્ઞાન શબ્દ મુકયો છે માટે પર્યાય કરે છે. તેથી એકજ છે. (સા.૧) એક તો વિષયની નિવૃત્તિનુ કારણ આત્મનિષ્ઠા છે.... એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે….. એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન આ વચનમાં આત્મનિષ્ઠા શબ્દથી આરંભ છે ને ઉપસંહાર આત્મજ્ઞાન શબ્દથી છે. ને મધ્યે પણ આત્મજ્ઞાન શબ્દ છે તો બેય એકજ છે. ને પર્યાય વાચક જ થાય છે. (છે.૩) એ દયા ને સ્નેહ તેને ટાળ્યાનો ઉપાય તો આત્મજ્ઞાન.... આત્મજ્ઞાન એવુ છે.... ભગવાનનો ભક્ત હોય તે જ્ઞાન વૈરાગ્યે કરીને માયિક ઉપાધીને ત્યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય આ વચનમાં પણ જ્ઞાન શબ્દથી આરંભ છે ને ઉપસંહાર પણ છે ને મધ્યે આત્મનિષ્ઠા શબ્દને બદલે બ્રહ્મરૂપ શબ્દ મુકયો છે માટે એકજ છે. હવે તે જે વિભાગ આગળ કહ્યો તેને પ્રથક્ પ્રથક્ બતાવીએ છીએ તેમાં પ્રથમ પહેલે પગથીએ ચઢવા માટે દેહાત્મનિષ્ઠા બતાવીને પછી તેના દોષ જાણીને પછી આગળ ચાલીએ. (પ્ર.૭) ત્રણ દેહને વિષે એકાત્મ પણે વર્તવુ. (પ્ર.૮) એને દેહને વિષે જે અહંબુદ્ધિ છે. (પ્ર.૧૮) જે દહોભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થઇ જશે (પ્ર.૧૯) દેહાભિમાનને યોગે કરીને (પ્ર.૨૧) કેવળ દેહાભિમાની અને પ્રાકૃત મતિ વાળો છે. (પ્ર.૨૫) હું બળુ છું. (પ્ર.૨૮) હું સમજું છું. (પ્ર.૪૪) દેહને પોતાનુ રુપ માને છે. (સા.૫) જન્મ મરણનુ ભોકતા એવુ જે જીવનુ સ્વરુપ (સા.૬) સ્થૂળ દેહના અભિમાને સહિત આવી રીતે દેહને વિષે જ અહંબુદ્ધિ છે. માટે દેહના ધર્મ (સા.૧) જડ, નરકરૂપ, નાશવંત, દુ:ખરુપ (સા.૫) જડ, દુ:ખ અને મિથ્યારુપ જે દેહ આ દેહનાં ગુણધર્મ તે જીવાત્મા પોતામાં માની બેઠો છે. માટે દેહને સુખે સુખી માને છે. ને દેહના દુઃખે દુ:ખી માને છે. માટે દેહથી જુદો હું આત્મા છું ને મારે તો કર્મે કરીને આ દેહ વળગ્યો છે. તેથી સુખ દુ:ખ દેહને છે, મારે નથી કેમકે હું ચૈતન્ય છું તેમાં તો સુખ દુ:ખાદિક વળગતા નથી. પણ અજ્ઞાનથી માનીનતા થઇ ગઇ છે. તે જો તે વાત ઓળખાય તે પછી તેમ વર્તે તો જ્ઞાન થયુ કહેવાય. નહીં તો કહે મને જ્ઞાન છે, તો પછી દેહના ગુણ ભેળા કેમ લેવાય છે? માટે જો દેહના ધર્મ સુખ દુઃખમાં લેવાય છે તો જ્ઞાન નથી થયું. પણ બોલવા શીખ્યા છીએ. તે જો દેહ આત્માનુ યથાર્થ જ્ઞાન થયુ છે તો પછી એક કયારેય થવાય જ નહી. તે તો જાગૃતમાં એક ન થવાય એમ નહી પણ સ્વપ્નમાં પણ એકતા ન મનાય. જુવો જેમ એક વાર પોતાની જાત સબંધ જાણ્યો છે તે ભૂલે પણ હું સ્ત્રી છું કે પશુનો સંબંધી છું (તેમ જો જ્ઞાન થયું હોય તો) તેમ થાય જ નહી. પણ વિનાજ્ઞાને મોટ્યપ લેવી છે ને સ્વાર્થ સિધ્ધ કરવો છે. માટે ઉપર જ્ઞાનનો ડોળ થાય છે. માટે દેહ અને આત્માને જુદા પાડવા સારુ પ્રથમ આત્મનિષ્ઠા સિધ્ધ કરવી જોઇએ તે આત્મા એટલે દેહ હું નહી પણ દેહથી જુદો ને દેહનો જોનારો, પ્રેરક, પ્રવર્તક, ચૈતન્ય હું છું પણ જડ ને દૃશ્ય ને નાશવંત દેહ તે મારાથી જુદો છે એમ દૃઢ કરવુ જોઇએ. ને જો એમ યથાર્થ જાણીને જુદા ન પડીએ ત્યાં સુધી દેહના ધર્મ સુખ ને દુ:ખ વ્યાપવાના ને તેથી કરીને એકાગ્રતાથી ભજન-ધ્યાન ન થાય તો જન્મ મરણ રૂપ નર્ક માથેથી મટેજ નહી. એ તો ચકોર ચંદ્ર થાય તો તે નર્કની નિવૃત્તિ થાય (ભગવાન વિના બીજું કાંઇ જોવેજ નહી) જળ-મીન ન્યાય થાય તો જાય નહી તો કાચબાને દેડકા જળમા રહે છે. પણ તેમનુ જીવન જળ નથી ને મીનનુ જીવન જળ છે. તેમાં ભગવાનના સુખને કોણ ભોગવે છે અનુભવે (છે.૨૮) જળ મીનનો ન્યાય કહ્યો છે. નહી તો એવુ ન થવાય. તો જેમ અલૈયા ખાચરે સમાધીમાં રાડ્યો પાડવા માંડી જે હું પડી જઈશને મરી જઈશ. માટે મને ઝાલો ઝાલો એમ બુમો પાડવા માંડી ને લીલાધર સોની સમાધિમાંથી સોનું લાવવા માંડયો ને ખાટલો બગાડી મુક્યો તેમ થાય ને જુવો. (પ્ર.૨૫) તેને તેજ અતિશે દેખાણુ તે તેજને જોઇને ચીસ પાડવા માંડી ને કહ્યું જે હું બળુ છું માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનુ જરુર કામ પડે છે.... તારુ સ્વરૂપ તો આત્મા છે દેહ નથી ને આ લાડકી બાઈ નામ અને ભાટનો દેહ તે તું નથી અને અછેદ્ય અભેદ્ય એવો જે આત્મા તે તારુ સ્વરુપ છે. પછી તેને સમાધિ કરાવીને કહ્યું. (છે.૨૮) કોઇક બરોબરીયા સંત અપમાન કરે તો કાંઇક મુંઝવણ થાય માટે જો દેહ અને આત્માની ચોખ્ખી વિગતી નથી થઇ ત્યાં સુધી દુ:ખનો સંબંધ નહી જાય. માટે પ્રથમથી આત્મા એટલે દેહને વિષે નિષ્ઠા રાખો. એટલે દેહને વિષયમાં ન જવા દેવો ને ભગવાન કે સંતના વચનમાં રાખો. એટલે આત્મનિષ્ઠા થઇ રહી ને તેનેજ બ્રહ્મરૂપ જાણવો એમ મહારાજ કહે છે. (મ.૫૧) ગમે તેવો નિર્ગુણ હોય ને આત્મ સત્તારુપે રહેતો હોય ને જો તેને ભુંડા દેશકાળાદિકનો યોગ થાય તો તેને જરૂર અંતરમાં દુ:ખ થાય. માટે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઇ સુખી થતો નથી... માટે સતપુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તેજ રુડા દેશકાળાદિકને વિષે રહ્યો છે. સત્પુરુષની આજ્ઞાને વિષે વર્તે છે તેજ આત્મ સત્તાયે વર્તે છે. આથી પ્રથમ આત્મા શબ્દથી દેહને કહીને તેને વિષે નિષ્ઠા રાખવી એટલે (મહારાજની) આજ્ઞામાં રાખવો પણ અધર્મમાં ન જવા દેવો તેને આંહી આત્મનિષ્ઠા બતાવે છે. પણ એમ માનવુ કે કેવળ આજ્ઞામાં વર્ત્યા તેથી બ્રહ્મરૂપ થઇ ગયા ને ધામમાં જ બેઠા છીએ? હજી તો આ તો કેવળ દેહ ને આત્માની નોખાપણાની વાત દૃઢ કરીને પરાધીન તે સ્વતંત્ર ન થાય. એટલુંજ આથી બતાવ્યુ છે તે જુવો. (પ્ર.૧૮) છેક મુર્ખ પણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય અને કાંઇક વિવેકી હોય અને કાંઇક ભગવાનનો આશ્રિત હોય તેને આ વાત તુરત સમજયામાં આવે છે. સત્સંગમાં આવ્યા પછી કુપાત્ર પણું રાખે (પ્ર.૨૧) આ દેહને તો પોતાનુ સ્વરુપ માનવુ જ નહી. (પ્ર.૫૬) અને આત્મ જ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનુ માન હોય પણ તે અભિમાન તો દેહાત્મ બુદ્ધિને જ દ્રઢ કરાવે. (પ્ર.૫૮) તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા-અનાત્માના વિચારે કરીને ટળી જાય છે. (પ્ર.૬૧) હું દેહ નહી હું તો દેહથી નોખો ને સર્વનો જાણનારો એવો જે આત્મા તે છું એવી જે આત્મનિષ્ઠા તે જયારે અતિશે દ્રઢ થાય ત્યારે કોઇ રીતે કરીને ધીરજ ડગે નહી અને આત્મ આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહી. જુવો આ વચનો તો દેહની ને આત્મા-જીવાત્માના વિવેચનના કરનાર છે તેમાં આજ વચનમાં તો આત્મનિષ્ઠા દૃઢ ને તેમાં પણ અતિશે વિશેષણ મુકે છે. તેથી કેવળ જ્ઞાન માત્ર નથી કહેતા પણ લોઢુ ને પાષાણ જુદા જ છે. તેમ પ્રથક્ કરી લ્યો તો જ દેહના સુખ-દુ:ખથી જુદા થઇ શકો. (લો.૧૩) એવા મોટાને પણ દેશ કાળાદિકે કરીને પરાભવ થયો..... એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય અને એવી રીતે સ્થિતિ ન થઇ હોય ને દેહમાં વર્તતા હોય તો બીજા જીવને પરાભવ થાય ને એવા મોટા જે બ્રહ્માદિક તેને પણ થાય. આથી મનુષ્યનેજ દેહરુપથી વિઘ્ન છે એમ ન માનશો પણ જગતના સૃષ્ટા ને સંહાર કરનાર ને ઉપદ્દેષ્ટા ને પણ પરાભવ પણું થયુ છે ને થાય છે. તો આપણે તો તેવી સામર્થી હાલમાં નથી તો પછી આજ્ઞા લોપીને વર્તીએ તો શા હાલ થાય? તે વીચારવું ને જો ભાવી સામર્થીના બળથી બોલો તેથી ખોટુ છે. કેમકે જ્યાં હજી ભગવાનની સાથે સંબંધ બાંધ્યો નથી ને બળ લેવુ તે ક્યાંથી આવશે? એ તો જયારે અતિ સ્નેહથી ને તન્મયતાથી ભગવાનમાં જોડાશો ત્યારે દેહ મુકયા પછી તે સામર્થી તમારામાં આવશે. માટે સામર્થી પામ્યા પહેલાથી બળ લઇને છકી ન જવુ ને જેમ ભેંસ તો ભાગોળે છે ને આહી દૂધના ઘુટડા આવે છે. એમ બોલે તેના જેવુ થાય. માટે જયારે દેહ ભાન મુકી કે ભગવાનમાં તદાકાર થઇ જાઓ તે એ ગુણ એમાં છે તે તમારામાં આવે. (૫ં.૩) ભગવાનમાં હેત કેમ કરવુ તો જે ચોવીસ તત્વ છે તે થકી પોતાના જીવાત્માને પૃથક જાણવો ને તે જીવને વિષે ખુંતીને રહી.... વિના જીવ સત્તા પણે રહ્યો. (મ.૧) પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દૂઢ કરી રાખવી જે હું આત્મા છું પણ દેહ તે હું નહી. (મ.૧૨) હું જીવાત્મા છું તે પણ દેહને વિષે છું તે સર્વ થકી અધિક છું ને એ સર્વનો નિયંતા છું. (મ.૨૨) ને વિચાર એવો કરવા માંડયો જે દેહની સ્મૃતિ ન રહી. (મ.૫૧) સત્પુરુષની આજ્ઞામાં વર્તે છે તેજ આત્મ સત્તાએ વર્તે છે. (અમ.૩) માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવનાએ રહિત કેવળ આત્મ સત્તારુપે રહીને પરમેશ્વરની મૂર્તિનું ચિંતવન કરવુ. (છે.૨૧) જે સત્તારુપ રહી નહી શકે.... જે આત્મ સત્તારુપ થઇને ભક્તિ નહી કરતા હોય તેનુ રુપ તો આ સત્સંગમાં ઉઘાડુ થયા વિના નહી રહે.... તે તો આત્મ સત્તારુપ થઇને અતિ દૃઢ પણે કરવો પણ દેહ તથા દેહના સબંધીમાં (છે.૩૨) યુવા અવસ્થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુકત આહાર-વિહાર પણે રહેવુ. (છે.૩૯) આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવો.... આત્મા પોતાને ન જાણીએ તો. આ સર્વે વચનો તો દેનેજ આત્મા શબ્દથી જણાવીને તેથી જુદા પડીને ભક્તિ કરવી એમ બતાવે છે. માટે દેહને વિષે નિષ્ઠા કરીને નિયમમાં કરો એટલે આગળ ચાલવાનુ પગથીએથી એક ચઢ્યા એમ જણાશે એટલે (સા.૧) "દેહને પોતાનુ રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરેજ નહી. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃતિ થાય છે. આમ જો દેહથી પોતાના આત્માને સર્વે પ્રકારે વિલક્ષણ યથાર્થ જાણ્યો તો પછી એમા કહેતા દેહની સાથે ભળેજ નહી. ને જો દેહની સાથે ભળી જાય છે તો તેણે જુદો આત્મા જાણ્યો જ નથી. એટલુજ નહી પણ (સા.૪) જે સમજાણા કેડે આત્મા-અનાત્માના એક પણાનો લોચો રહેજ નહી અને ચોખ્ખુ સમજાઇ જાય તેજ સમજ સુખદાઈ થાય છે. અને ગોબરી સમજણ સુખદાયી થતી નથી. માટે એમ ચોખ્ખુ સમજે જે હું સચ્ચિદાનંદ સ્વરૂપ જે આત્મા તે મારા જેવો ગુણ દેહને વિષે એકેય આવતો નથી. માટે આ વચનથી તો જાણ્યું તો તેને કહ્યું જે જાણ્યા પછી એક પણાનો લોચો ન રહે ને રહે તો ગોબરી સમજણ છે તેથી સુખદાયી ન થાય. ને જો ગોબરી સમજણ રહી તો ખોટ કેટલી તે બતાવે છે. (સા.૪) એવો જડ ચૈતન્યનો વિવેક તેને દૃઢ વિવેક જાણવો અને ધડીક પોતાને આત્મારૂપ માને અને ઘડીક દેહરુપ માનીને સ્ત્રીનુ ચિંતવન કરે તેને ગોબરો જાણવો, માટે એના અંતરમાં સુખ ન આવે જેમ સુંદર અમૃત સરખુ દૂધ હોય ને તેમાં થોડુક ઝેર નાંખ્યુ હોય તો તે અન્ન સુખદાયી ન થાય ને સામુ દુઃખદાયી થાય છે. તેમ આઠે પહોર આત્માનો વિચાર કરીને એક ઘડી પોતાને દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એટલે આનો સર્વે વિચાર ધૂળમાં મળી જાય છે. માટે અત્યંત નિર્વાસનિક થવાય એવો ચોખ્ખો આત્મ વિચાર કરવો માટે જો ગોબરી સમજણ એટલે ઉપરથીજ દેહને આત્મા જુદા છે એમ જાણ્યુ પણ જુદા ન પડ્યા ને દેહનીજ કિયામાં ભળી ગયાને દેહના સુખ દુઃખે દુઃખી થયા કે મરજી પ્રમાણે દેહને વર્તવા દીધો પણ મહારાજના વચન પ્રમાણે નિયમમાં ન રાખ્યો તો ખોટ આવે એમજ નહી પણ આખો દિવસ આત્મારૂપ વર્ત્યાને એકજ ઘડી પણ દેહ રૂપે વર્તાય તો પણ ઝેરવાળુ અનાજની માફક મૃત્યુ રુપ સંસારમાં ફેંકી દેશે. માટે આ વાત વિચારીને ચોખ્ખી સમજણ કરવી નહી તો મુક્તાનંદ સ્વામી. જયાં લગી જાત ને ભાત જંજાળ છે. ત્યાં લગી આત્મા જાણ અળગો, દેહને હરિ વિના અન્ય અળખામણુ સત્ય સ્વરુપ નર તેહ વળગ્યો. (૧) ઉલટી અન્નની સહજ ઇચ્છા ટળે, દેખતાં ઉબકો સૌને આવે. તેહને જે ભખે મનુષ્યમાં નવ ખપે, શ્વાન શુકર તણી જાત કાવે. (૨) જયાં લગી દેહને હું કરી જાણશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે, શ્વાન શુકર ને મનુ ષ્યમાંથી ટળ્યો, હરિ તણો જન તે કેમ કાવે (૩)ઞ આ વચન તો એમ કહેછે કે જ્યાં સુધી દેહને વિષે અહંભાવ છે. ત્યાં સુધી વિષય ટળવાના નહી. તો બે વાનાં સાથે ક્યાંથી રહેશે? લોટ ફાંકવો ને ભસવું ,ને શેરડી ને રોટલો સાથે ક્યાંથી ખવાશે? તેમ વિષય પણ રાખવા છે ને ભગવાન અને આત્મારાખવો છે તે સાથે નહી જ રહે. કેમકે બેય પરસ્પર વિરોધી દ્રવ્ય છે તે ક્યાંથી રહે? વિષયને રાખો તો ત્યાં ભગવાન નથી જ રહેતા ને જો ભગવાન કે પોતાનુ સ્વરુપ આત્મા રાખો તો વિષય આપો આપ નાશ થઈ જાય છે, પણ ટાળવા પડતા નથી. સૂર્યનો ઉદય થયો તે પહેલાજ તમ (અંધારું) ભાગી જાય છે. તેમ માટે દેહમાં અહં બુદ્ધિ છે ત્યાં સુધી દેહ આત્માની જુદી વિકતી થઈ નથી. એટલે જાત ભાતનો જુદો જુદો વિભાગ છે. તો પછી જયાં તેવો વિભાગ છે. તો ભગવાન તેનાથી અળગાજ છે.ને જો એવો વિભાગ જેને નાશ પામ્યો છે તેને તો ઉલટીના અન્ન જેવું આ જગત થઇ ગયું છે તો પછી દેહરૂપ માનીને વિષયને ક્યાંથી ભોગવે? ને જો ભોગવે છે. તો દૃષ્ટાંતમાં શ્વાનને શુકર ને વિશેષમાં તેમાંથી પણ ટળી ગયો. માટે સમજણ ચોખ્ખી થઈ તેને તો આવુ જગત છે. ને ભગવાન વિના બીજુ નજરે પણ આવેજ નહી. (નિષ્કુળાનંદ સ્વામી) (ચોપાઈ ભક્ત ચિંતામણી પ્ર.૧૦૯) એમ વાત કરે સહુ સંત, તમે સાંભળજ્યો ગુણવંત । જીયાંલગી મનાય હું દેહ, તિયાંલગી નહિ નિરસ્નેહ ।।૨૬।। દેહ કેડે વળગ્યો સંસાર, પાપ પુણ્ય વળી પરિવાર।સુખ દુઃખ માન અપમાન, હર્ષ શોક વૃધ્ધિ વળી જ્યાન ।।૨૭।। એહ સર્વે રહ્યાં દેહવાંસે, દેહ માનતાં સર્વે મનાશે । જ્યારે થાય દેહથી નિસ્પ્રેહ, ત્યારે તુટે સહુશું સનેહ ।।૨૮।। દેહરૂપ થઇ કરે ત્યાગ, તેનો ટકે નહિ વૈરાગ । દેહ હોય ત્યાં દેહનું કુળ, દેહ સર્વે સનેહનું મૂળ ।।૩૬।। જેમ માથેથી મોડતાં વૃક્ષ, લાગે પત્ર તેને બીજાં લક્ષ । જ્યારે મૂળેથી વૃક્ષ છેદાય, શાખા પત્ર ફુલ ફળ જાય ।।૩૭।। તેમ દેહને ન માને આપ, ત્યારે જાય સમૂળો સંતાપ । એમ સમજ્યા સંત સુજાણ, જેને મળ્યા પુરૂષ પુરાણ ।।૩૮।। આ વચન તો દેહનો અહંભાવનો સંબંધ છે તેજ જગત કે દુ:ખનુ મૂળ છે માટે તે રહે છે ત્યાં સુધી ઉપરથી બોલવાથી કાંઈ પણ કાર્ય સિધ્ધ ન થાય. તે તો વૃક્ષને ઉપરથી કાપો તો બીજા ઘણા પત્ર નવા થાય. તેમ થશે પણ મૂળ રૂપ દેહ જાય એટલે દેહની ઐક્યતા ટળે એટલે મૂળની સાથેજ ડાળ, પત્ર, ફૂલ ને ફળ નાશ થઇ જાય છે. તેમ દેહમાંથી અહંભાવ ગયો કે તુરતજ આત્મા જુદો થઇ જાય છે. એટલે દેહને વિષેથી આપ બુદ્ધિ ટળે કે તેની સાથે સર્વે સંતાપ ટળી ગયો પછી તો તેને નો ।। જેમ દ્વિજ ગયો ઢેઢવાડે ભૂલ્યે રહ્યો તિયાં કોઈ દાડે ।। ।। તેહ બ્રાહ્મણપણાને ભૂલી કેમ ફરે શ્વપચમા ફૂલી ।। આ વચન પ્રમાણે બ્રાહ્મણ પોતાને ભૂલી ન જાય તેમ તે આત્મા પણ દેહ રૂપે પોતાને માનેજ નહી. (સા.૧૨) જે આત્મ બુદ્ધિ મટીને દેહ બુદ્ધિ આવી જાય છે. એ તો ખોટો ખોટો મનમાં ભ્રમ પડે છે. પણ દેહાભિમાન તો આવતુજ નથી અને એવો જે પરિપકવ જ્ઞાની તેને તો આત્માનુજ અભિમાન રહે છે. માટે ચોખ્ખી સમજણ. સુખદાયી છે. માટે આવી રીતે દેહથી વિલક્ષણ આત્મા રૂપે વર્તવુ એટલે દેહના ભાવમાં એક રસ ન થાઓ ને તેને નિયમરુપ પાંજરામાં રાખો ને પછી દેહ નિયમમાં થયો એ આત્મનિષ્ઠા પકવ થઇ. ત્યારે આત્મ શબ્દથી બાહ્ય ઇન્દ્રિયો છે. તે તે નિયમમાં કરવી તે આત્મનિષ્ઠા છે. તથા અંત:કરણને નિયમમાં કરવા તે પણ આત્મનિષ્ઠા છે. તે જેમ દેહથી વિષયમાં ન જાય કે વૈદ દાક્તરની પ્રતીતિ ન રહે. તેમ બાહ્ય ઇન્દ્રિયો છે તે વિષયમાં ન પ્રવર્તે, કહેતાં આંખથી રૂપ જુવે નહી. તેમ નાટક સીનેમાં કે તીર્થમાં જઇને મસીદ કે મકાન કે કીલ્લા, પુલ આદિક ન જુએ તેમ શ્રોત્રથી ગ્રામ્ય શબ્દ ન સાંભળે, તેમ સ્ત્રીનાં કે રંડીઓ કે છાપાનાં શબ્દ ન સાંભળે, ને નાકે કરીને ભગવાનની પ્રસાદ વિનાના ગંધ માત્રનો ત્યાગ થઇ જાય ને ત્વચાથી પુત્ર બાળક કે સ્ત્રી જાતનો ત્યાગ થઇ જાય. તેવીજ રીતે સ્પર્શવાળા દૃવ્ય, વસ્ત્રાદિકનો સહજ અભાવ થઇ જાય. રસનાને પણ તેમજ સહજ પ્રસાદ વિના વસ્તુમાં અપ્રીતિ થઇ જાય. તેમ અંત:કરણથી તે તે પદાર્થનો સંકલ્પ ન થાય, તેમજ બુદ્ધિ નિશ્ચય ન કરે ને ચિત્ત પણ ચિંતવન ન કરે, તો અહંભાવ તો ક્યાંથી થાય? તો જાણીએ જે કરણ (ઇંન્દ્રિયો) નો અભાવ છે તેજ આત્મનિષ્ઠા છે. માટે એક આત્મ સ્વરુપ જીવાત્માનુ કે ભગવાનનું જ દર્શન, શ્રવણ, સ્પર્શ રસ કે ગંધ ને સંકલ્પ પણ તે બેયનાજ થાય ત્યારે અભાવ થાય તેને આત્મનિષ્ઠા કહીએ. આટલાથી આત્મનિષ્ટ થઇ ગયા એમ ન માની લેવુ કેમકે આતો આગળ આગળ લઇને પૂર્ણ સ્થિતિમાં લઇ જવાને માટે સંકોચ કરીને વિષયથી પાછો વાળીને અંતે જીવાત્માને શુધ્ધ સત્તામાત્ર કરીને પછી એમાં પોતાના મૂળ ગુણ ઉદય થયા. પછી અધિક સંસ્કાર માટે અક્ષર બ્રહ્મ સાથે ઐક્ય થાય એ પૂર્ણ આત્મનિષ્ઠા છે. માટે પાત્રની તાર તમ્યતાથી દેહ-કરણમાં (આત્મનિષ્ઠા) બતાવી છે, તે વસ્તુતઃ આત્મનિષ્ઠા નથી પણ તેનું સાધન છે માટે સાધનમાં ફળનો ઉપચાર કરીને અધિક બતાવીને મુખ્ય ફળ ઉપર લઈ જવો છે. માટે આત્મનિષ્ઠા કહી છે. (પ્ર.૨૧) જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતાં, પીતાં, નાતાં, ધોતાં, ચાલતા, બેસતાં સર્વે ક્રિયાને વિષે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું…… દેહ, ઇન્દ્રિયો, અંત:કરણ, દેવતા, વિષય સર્વેથી પોતાનુ સ્વરુપ જુદુ સમજવુ..... દેહને તો પોતાનુ સ્વરુપ માનવુ નહી. (પ્ર.૩૨) ભગવાનની કથા સાંભળવી તેજ શ્રોત્રનો વિષય છે.... પોતાને ને અંત:કરણને જુદુ માનવુ અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનુ ભજન કરવુ. (પ્ર.૩૮) પોતાના મનને વિષે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા ને જગતના સુખથી નિર્વાસનીક થવુ. (સા.૨) પરમેશ્વરના જયારે દર્શન કરવા ત્યારે મને સહીત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા..... દ્રષ્ટિ પલટીને અંતરમાં તેવીને તેવી તે મૂર્તિને ઉતારવી. જેમ ધર્મપુરમાં કુશળ કુંવર બાઇ હતા તે અમારા દર્શન કરતા જતા અને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા તેમ દર્શન તો મને યુકત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા (સા.૧૨) વિચારે કરીને મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ સર્વના રુપને જાણવા પછી વિચારની દ્રષ્ટિએ એ અંત:કરણના ઘાટ સામું જોતા જોતા જયારે ઘાટ બંધ થઇ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું..... અને જયારે વિચારીને વૃત્તિને પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાયજ નહી..... જયાં સુધી મનને ઇન્દ્રિયો રૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કહ્યો એવો જે વિચાર તે દ્રઢ પણે રાખવો. (લો.૧૪) પોતાનુ મન વશ થયુ હોય તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો. (ભાગવત સ્કંધ ૫, અધ્યાય.૬, શ્લો.૩,૪) એવી રીતે મનનો વિશ્વાસ ન કરે. (૫ં.૩) જે થકી જગતનો પ્રવાહ છે ને જે જીવને સંસૃતિને બંધનની કરનારી છે.... શબ્દ, સ્પર્શ, રૂપ રસ ગંધ એજે પંચ વિષય છે તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાંજ આત્યંતિક સુખ જાણીને જોડવા.... ઇન્દ્રિયો અંત:કરણ વિષય એ સર્વેના મૂળ તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિષે હેત કરવુ..... એ ઈન્દ્રિયો અંત:કરણને પંચ વર્તમાનના નિયમરુપ જે પાંજરુ તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી.... ભગવાનમાં જેવું રુપ છે તેવુ બીજે નથી..... (મ.૨૨) અમે મનને કહ્યું જે તારુ જેવુ રુપ છે તેવુ હું જાણુ છું. જો ભગવાન વિના બીજા પદાર્થનો ઘાટ ઘડ્યો તો તારા ભૂક્કા કરી નાખીશ.... (મ.૩૩) આ મન છે તે પણ ભૂત જેવુ જ છે. તે જયારે ભગવત ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે ત્યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તનાદીકમાં જોડી રાખવુ. (અમ.૩) અંતરમાં વિષયનું ચિંતવન થાય છે એજ એને જન્મ મરણનો હેતુ છે. આ વચનનો અર્થ એમ છે કે બેય પ્રકારના કરણે કરીને એક ભગવાનમાં લોભાય પણ વિષયમાં ન જવાદે ત્યારે નિયમમાં આવ્યા ને જયારે જયારે આપો આપ કરણ વિષયથી વિષ્ટા કે ઝેર છે એમ પાછા હઠી જાય તે કરણ રુપ આત્મનિષ્ઠા થઈ (મુક્તાનંદ સ્વામી) જેમ ઉલટી અન્નની સહજ ઇચ્છા ટળે ટળે દેખતા ઉબકો સૌને આવે (નીષ્કુળાનંદ સ્વામી) ચંદનની વાસેરે અલી અલમસ્ત છેરે મક્ષિકા દેખી રહે દૂર રે ગોળનુ ગાડુ રે ગીંગા ને ગમે નહી રે કુમુદીની કેદિ રે ન પામે સુખ સુરથી રે ચકવા કેદી ચંદ ન ચાય રે ઘણુ અજવાળુ રે ઘુડને ગમે નહી રે કોચવાઇ ગરે કોતરમાંઇ રે (મ.૬૨) શ્રી કૃષ્ણ ભગવાનના ચરણાર્વીંંદનો સ્પર્શ કર્યો તે દીવસ થકી જેટલા સંસાર સબંધી જે સુખ તે સર્વે ઝેર જેવા થઇ ગયા. આમ ઉલટી જેવા કે ધર્મથી અળગા કે ઝેર જેવા થઇ જાય ત્યારે તેની નિષ્ઠા પાકી થઇ તે કરણથી નિષ્ઠા કહી. હવે વસ્તુત: આત્મ જે જીવમાં જ એક પરીપૂર્ણ પકવદશા તે આત્મનિષ્ઠા થઇ તે શું? તો જયારે ધ્યાન ભજન કરતા સુખ દુ:ખ કે મચ્છર આદિક જંતુના ડંશનુ પણ ભાન ન રહે તેમ હાથ પગ આદિક અંગ પણ ન ચળાયમાન થાય ને એક જીવનુ કે ભગવાનનુજ સ્મરણ રૂપ જ સ્મૃતિ રહે તે સત્ય આત્મનિષ્ઠા છે. (પ્ર.૨૩) ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનુ સ્વરુપ તેને અતિશે પ્રકાશમાન ભાળે ને તે પ્રકાશને વિષે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે. તેવી અતિશે પ્રકાશ યુકત ભાસે એવી રીતની સ્થિતિ વાળો હોય અને એવી રીતની સ્થિતિ જયાં સુધી થઈ નથી... વિઘ્ન છે. (પ્ર.૨૫) દેહ થકી પોતાનુ સ્વરુપ જુદુ સમજવુ જોઇએ. (પ્ર.૪૪) પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને (પ્ર.૪૭) પોતાને આત્મ સત્તા રૂપે વર્તવુ….. ગૃહ કુટુંબી આદિક સર્વ પદાર્થની વિસ્મૃતિ વર્તે. (પ્ર.૫૦) (ગીતા અ.૧ શ્લો, ૬૯) (સા.૧) દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશે વિલક્ષણ સમજે ત્યારે દેહ ને માનીને વિષયમાં પ્રીતિ કરેજ નહી. (સા.૪) અત્યંત નિર્વાસનીક થઇને ચૈન્યરુપ થકો પુરુષોત્તમ ભગવાનનુ ચિંતવન કરે (સા.૧૨) આત્મ બુદ્ધિ મટીને દેહ બુદ્ધિ આવી જાય છે. એ તો ખોટો ખોટો મનમાં ભ્રમ પડે છે.... આત્માનુંજ અભિમાન દ્રઢ રહે છે. ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે. (લો.૧) પોતે બ્રહ્મસ્વરુપ વર્તે (લો.૨) હું તો બ્રહ્મસ્વરુપ એવો ભગવાનનો ભક્ત છું (લો. ૬) હું તો દેહથી નોંખો જે આત્મા તે છું એવી જે આત્મનિષ્ઠા (લો.૭) જે બ્રહ્મરૂપ થયો તેનેજ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે.... નિરન્ન મુક્ત છે, તે બ્રહ્મરૂપ થકા ચંદન પુષ્પાદિક પુજે છે…. તેમ તે પણ બ્રહ્મરુપ થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરે… 'માટે બ્રહ્મરૂપ થઈને.... સર્વેને બ્રહ્મ કહ્યા છે. (લો.૧૨) અષ્ટાવરણે ચુકત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષર ને વિષે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણનુ ધામરુપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો. (લો.૧૪) ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મતાને પામ્યા (લો.૧૬) તેને તો જાગૃતને વિષે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે. (લો.૧૮) મનુષ્ય પણાના ભાવ છે તેને મુકીને દિવ્યરુપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. (૫ં.૨) પ્રકૃતિ પુરુષથી જે જે ઉપજયુ તેને મિથ્યા કરીને પોતાના આત્માને સર્વથી પૃથક શુધ્ધ બ્રહ્મરૂપ માનીને.... જે બ્રહ્મરૂપ થયો હોય. (પં.૩) કેવળ આત્મારૂપ થયે થકે... હું તો એ સર્વથી પૃથક છું ચેતન છું ને ભગવાનનો ભક્ત છું. (મ.૧) હું આત્મા છું પણ દેહ તે હું નહી. (મ.૨) હું આત્મા છું તે મારે વિષે ઇન્દ્રિયો અંત:કરણનો સંબંધજ નથી. એમ વિચાર કરીને અને તે ચૈતન્યને વિષે ભગવાનની મૂર્તિ ધારવી અને પોતાના આત્મ સુખ વતે કરીને પૂર્ણ રહેવુ. (મ.૩) એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે. ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે એમ સમજીને પોતાના જીવાત્માની એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવક ભાવે ઉપાસના કરવી. (મ.૮) અંતરને વિષે પોતાનુ સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ જે પુરુષોત્તમ પ્રગટ થઇ આવે છે... પોતાનુ સ્વરુપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય છે. (મ.૧૮) પોતે અક્ષર સ્વરૂપ છે તો પણ અક્ષરાતિત જે પુરુષોત્તમ ભગવાનના દાસ થઇને વર્તે છે. (મ.૨૦) તે બ્રહ્મ સંગાથે સમાધિએ કરીને તુલ્યભાવને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે..... માટે જે પુરુષની અંતરાત્મા સન્મુખ દૃષ્ટિ વર્તતી હોય તેને દેહ ઇન્દ્રિયો અંતઃકરણની કોરે શૂન્યભાવ વર્તે છે. ગીતા શ્લોકથી પણ (જગતની કોરે) વિપરીતભાવ થઇ જાય છે (મ.૨૧) પોતાને બ્રહ્મરૂપ માનીને (મ.૨૨) પોતાનુ રૂપ દેહ માને નહી ને પોતાનેજ ચેતનરુપ માને. (મ.૩૦) શુધ્ધ ચૈતન્ય બ્રહ્મ તેનેજ એક સત્ય જાણે ને તે બ્રહ્મનેજ પોતાનુ સ્વરુપ માને ને તે બ્રહ્મરૂપ થઈને (મ.૩૧) તે પુરુષ અક્ષરાત્મક છે... માયા થકી મુક્ત ને પર એવુ જે બ્રહ્મ તે છે. એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિષે આવે છે. (મ.૩૨) જીવ માયાને તરીને બ્રહ્મરૂપ થાય (મ.૩૬) દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને (મ.૪૩) કેવળ ઉત્થાને રહિત શૂન્ય સમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે એવી રીતે સત્તા રૂપે રહ્યા જે નિર્ગુણ ભક્ત.... આત્મારુપે રહીને જે ભગવાનને વિષે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મ સ્વરૂપ કહી છે. (મ.૪૫) સર્વે માયિક ઉપાધી થકી રહિત સત્તામાત્ર એવો જે આત્મા તે રૂપે થઇને ભગવાનની ભક્તિ કરો. (મ.૫૦) એક રસ પરિપૂર્ણ એવુ જે બ્રહ્મ સ્વરૂપ તેને વિષે (મ.૫૧) જયારે આત્મ સત્તા રૂપે રહે ત્યારેજ (મ.૫૫) કંચનરુપ જે એક આત્મા તેજ રહે પણ બીજો માયિક ભેગ કાંઇ ન રહે. (મ. ૫૭) તેને તો એ આત્માને વિષે કોઈ જાતનુ આવરણ નથી. (મ.૬૨) પોતાના આત્માનુ બ્રહ્મરૂપે દર્શન થાય છે, ને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે નારાયણ (મ.૬૩) પોતાનો આત્મા તે આત્મા પણે રહેવુ પણ ઇન્દ્રિયો અંત:કરણ ભેળુ ભળવું નહી. એવી રીતે સત્તારુપ રહેતા થકા એનો જીવ બળને પામે છે... અમે કેવળ સત્તારુપ રહેવા માંડયુ... કેવળ બ્રહ્મની મૂર્તિયો છે. (મ.૬પ) શુકદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા (મ.૬૬) એ જીવ કેવળ સત્તા માત્ર ચેતન રહે છે.... તે બ્રહ્મરૂપ થાય છે. તે બ્રહ્મમાં તો કોઈ જાતનુ માન હોય નહી. (અમ.૨) જે માયિક ઉપાઘીને તજીને બ્રહ્મરૂપ થઇને.... માટે બ્રહ્મરૂપ થઇને જે પરમેશ્વરને ભજે (અમ.૩) કેવળ આત્મ સત્તારૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું.... (અમ.૪) બ્રહ્મ અભિમાનને ગ્રહણ છે. (છે.૨૨) એ તો સત્તા માત્ર ચેતન છે. (છે.૨૬) પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે (છે.૩૩) આ દેહથી નોખો જે આત્મા તે હું છુંને તે હું પ્રકાશમાન સત્તારૂપ છું. (છે.૩૯) પૂર્વે દેહની જેમ વિસ્મૃતિ છે તેમ એ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. આ સર્વે વચનોમાં તો પહેલા દેહને ભગવાનની અથવા સત્પુરુષની આજ્ઞામાં વર્તાવો. તેમાં સત્પુરુષથી એમ ન જાણવુ કે મને કરીને માન્યા તે બધા સત્પુરુષ છે. પણ ભગવાનના વચનમાં પોતે વર્તે ને બીજાને વર્તાવે ને સત એવા ભગવાનના ઉપાસક હોય પણ ભગવાન વિના અન્યના ઉપાસક ન હોય. કેમકે બીજા બધાને સ્વત: નિર્લેપ પણુ નથી એ તો ભગવાનના સબંધે કરીને નિર્લેપ પણુ છે. માટે જો આજ્ઞાથી બહાર વર્તે તો માયા લોટ પોટ કરી મૂકે પણ આપણી દ્રષ્ટિએ ન દેખાય ને અંતે નરકમા જાય. માટે સત્પુરુષ તો ભગવાનના વચને વર્તે છે તે છે. જેમ સોના વિના બીજી ધાતુમાત્રને પૃથ્વી ખાઈ જાય છે. તેમ એક ભગવાન વિના બીજા બધાને માથે માયાનો અધિકાર છે. (મ.૪) ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઇ સરખા નથી આંહી 'બીજા' શબ્દથી ઉપર દેવ શબ્દથી બ્રહ્માને આરંભીને અક્ષર સહિતને કહ્યા ને નીચે મુનીથી આરંભીને કીટાદિકને કહ્યા છે તે (સત્સંગીજીવન પ્ર.૩ અધ્યાય ૨૨ શ્લો.૪૫) || सतः कृष्णस्य सङ्गस्तु साक्षाद्बक्तिर्दृढं स्थिरा ।। ४५ ।। ભગવાનનો એટલે સાક્ષાત પરબ્રહ્મ સ્વામિ નારાયણ પુરુષોત્તમનીજ નિર્વિઘ્ન મહાત્મજ્ઞાન સહિત નવ પ્રકારે ભક્તિ કરવી ને શ્લોકમાં (તુ) શબ્દ અને 'સાક્ષાત' શબ્દ લીધા છે. તે એમ બતાવે છે કે અન્યના (અક્ષરાદીકના) વ્યવધાન (અંતરાય વચ્ચે પડદો) થી રહિત ને અન્ય ભાવ રહિત એટલે બીજા કોઇમાં પ્રતીતિ રહિત (આમાં કોઇ સામર્થી છે અથવા આ કાંઇ કરી દેશે) આવુ બુદ્ધિમાં ન થાય. ને એક ભગવાનનુ જ સામર્થ્ય છે ને બીજા બધા ભગવાનને આધીન ને અસમર્થ જાણે ને બીજા દેવ દ્વારા કે મુક્ત દ્વારા ભક્તિ નહિ પણ સાક્ષાત ભગવાનનીજ ભક્તિ ધ્યાન કરે. પણ 'આમાં ભગવાન છે માટે આનું ધ્યાન કરો તો ભગવાનનુ થયુ' એમ નહી. ને એમ ધ્યાન કરો તો તે સાક્ષાત ન થયું પણ તે દ્વારા થયુ તે ॥ બ્રહ્મણે નમ: ઇન્દ્રિય સ્વાહા: || એમ માટે (તુ) સાક્ષાત્ શબ્દનો (ભગવાન વિના અન્યનો) નિષેધ કરે છે. માટે આવી રીતે ભગવાનની જ ઉપાસના કરનાર ને આજ્ઞામાં વર્તે સતપુરુષ છે. ને આજ્ઞા લોપે ને બીજાને લોપાવે તે અસત પુરુષ છે એમ કહે છે. (સ.જી.પ્ર.૩.અ.૨૨ શ્લો.૫૧) ।। एतं विहाय सत्सङ्ग सज्जन्तेऽन्यत्र येऽसति । कुसङ्गिनस्ते विज्ञोया असदीशादिसङ्गिनः ।। ५१ ॥ પૂર્વે બતાવ્યો જે ચાર પ્રકારનો સંગ ત્યાગ કરીને તેથી બીજા, અક્ષરથી લઇને બ્રહ્માદિ સુધી ભગવાન કલ્પેલા છે તે અસત છે. માટે તે અસત ઇશ્વર ભગવાન તે કયા? તો ભગવાન વીના બીજા સર્વે કાળ, માયા, સ્વભાવ, મુક્ત, અક્ષર કે તામસ દેવ માત્ર અસત્ ભગવાન છે. કેમકે સર્વે ભગવાનથી ભીન્ન છે ને તેની ઉપાસના કરનાર સર્વે અસત્ છે. તેના સંગી પણ અસત્પુરુષ છે. માટે સત એવુ વિશેષણ આપે છે. માટે સતપુરુષના વચનમાં દેહને વર્તાવો પછી કરણ માત્ર એક ભગવાનમાંજ લીન થાય પણ કોઇ વિષયમાં ન જાય ને ઉલટાઅન્ન કે ઝેર જેવા વિષયમાત્ર થઇ જાય. તે કરણની નિષ્ઠા થઇ. ને પછી જીવાત્માને સ્વરુપે થવું જોઇએ એમ બતાવે છે. તેમાં વચનમાં દેહ ઇન્દ્રિયોથી જુદો છું કે માયાથી પર છું એમ કહીને વળી કોઈ વચનમાં હું આત્મા છું, શુધ્ધ છું, ચૈતન્ય છું, સત્તામાત્ર છું. એમ સ્વત: સ્વરૂપે થવું એમ બતાવે છે. (એટલે આત્મા રૂપે થઇને ભક્તિ કરવાનુ કહે છે.) આત્મામાં નિષ્ઠા એટલે જીવાત્માને સ્વ સ્વરુપે માનો એટલે દેહનો સંબંધ છુટી જાય છે. માટેજ (પ્ર.૬૦) દેહથી નોખો ને સર્વેનો જાણનાર એવો જે આત્મા તે છું. એવી જે આત્મનિષ્ઠા તે જયારે અતિશે દ્રઢ થાય કોઇ રીતે કરીને ધીરજ ડગે નહી અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો ધીરજ રહે નહી.... તેમ ટાઢ તડકો ભૂખ તરસ માન અપમાન સુખ દુ:ખ તે રુપી નદી આત્મનિષ્ઠા વાળો હોય તે તરી જાય. (મ.૩૫) આત્મ જ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાંતો એટલુંજ પ્રયોજન છે જે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિષે પ્રીતિ રહે તથા દેહના સંબંધીને વિષે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિષે કોઇ વિઘ્ન ન થાય. આ વચન આત્મા એટલે જીવ પોતે પોતાના સ્વરુપે વર્તે તો ધીરજ જાય નહી. તેમ દેહના સબંધી ભૂખાદિ ન અડે એટલે દેહના યોગથી થતા સુખાદિ નથી જણાતા ને વિષે પ્રીતિ તુટી જાય. તો દેહના સબંધીને વિષે મમત્વ તો ક્યાંથી રહે? ને ભગવાનની ભક્તિ નિર્વિઘ્ન થાય કેમકે જયારે આત્મનિષ્ઠા અતિશે દ્રઢ થાય છે ત્યારે સ્વતઃ આત્માથી ભિન્ન પદાર્થની વિસ્મૃતિ રહે છે. માટે ઉપર કહ્યા તે રાખવા પડતા નથી. આપો આપ આવી જાય જેમ દીપના ઉદય પહેલાજ તમ નાશી જાય છે. તેમ આત્મનિષ્ઠા દ્રઢ થઇ કે તેની સાથે દેહનો સબંધ તુટી ગયો તેથી દેહના યોગથી વ્યાપતા ગુણધર્મ આપો આપ નષ્ટ થઈ જાય છે. તે જુવો મહારાજ પોતેજ કહે છે કે જેને આત્મનિષ્ઠા પક્વ છે તેની સ્થિતિ આવી છે. (મ.૨૦) જે પુરુષની અંતરાત્મા સન્મુખ દ્રષ્ટિ વર્તતિ હોય તેને દેહ ઇન્દ્રિયો અંત:કરણની કોરે શુન્ય ભાવ વર્તે છે. (મ.૪૩) કેવળ ઉત્થાને રહિત શુન્ય સમતા ધરી રહેને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે એવી રીતે સત્તારુપે રહ્યો જે નિર્ગુણ ભક્ત.... આ વચનથી સ્પષ્ટ બતાવે છે કે આત્મનિષ્ઠા પક્વ થઇ એટલે આ જગતને દેહાદીક સર્વેની સ્મૃતિ નષ્ટ થઇ જાય છે. એટલે સહજ સ્વભાવે દેહના યોગવાળો એક પણ ગુણધર્મ તેને નથી રહેતો એમ બતાવે છે હવે આત્મનિષ્ઠા એટલે અક્ષરબ્રહ્મમાં નિષ્ઠા કરે તેને બતાવીએ કે અક્ષર બ્રહ્મના બે ભેદ છે (પ્ર. ૨૧મું). તેમાં એક તો પાંચ ભેદમાં ચોથો ભેદ રુપ સાવયવ પુરુષાકાર સેવામાં ને આધાર રૂપે છે તે અને બીજો ભેદ નિરાકાર (નિરવયવ સાધનો) અને કેટલાક ભગવાનનનું તેજ માને છે. શાસ્ત્ર માં ત્રણ રીતે નિરાકારની વાત કહેલી છે. (મ.૬૬) પ્રમાણે જીવને નિરાકાર કીધો છે તેમજ ધામમાં પણ બીજા સ્વરૂપે નિરાકાર રુપે થવાની વાત કરેલી છે અને કેટલાક એવું પણ માને છે કે જીવજ પોતે ભગવાનનાં તેજ (ગુણ) રુપે થઇને ભગવાનની મૂર્તિમાં પેસી જવાનું. તે ત્રણ પ્રકારે વર્ણન છે. તેમાં (૧) ભગવાનની મૂર્તિનું તેજ રુપ (૨) અક્ષર મૂર્તિમાન છે તેના તેજરુપ, ને (૩) જીવાત્મા સ્વત: નિરાકાર રૂપે છે. તેમ માને એમ ભેદ છે. સદગુરુ સ્વામી ગોપાળાનંદ સ્વામીની ગીતા ભાષ્યથી જાણવુ કે વેદ સ્તુતિ ભાષ્યથી જાણવુ તેમાં પ્રથમ નિરાકાર તેજની નિષ્ઠાનો નિષેધ બતાવીને સાકાર સાવયવને પુરુષાકાર ને વિષે નિષ્ઠા બતાવે છે તે વાત બતાવીએ છીએ. (મ.૬૩) અમે કેવળ સત્તારુપે રહેવા માંડ્યુ ત્યારે સર્વે ઉપાધીની શાંતી થઇ પછી તેમાં પણ અમને એમ વિચાર થયો જે સત્તારુપે રહેવુ તેથી પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવુ એ શ્રેષ્ઠ છે. માટે અમને એમ બીક લાગી જે રખે સત્તારૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય. આ વચન છે તે સત્તારુપથી નિરાકાર તેજને બતાવે છે.ને તેજમાં લીન થાય તેને જન્મ મરણ નથી એમ ગીતા વચનથી (મ.૬૩, મ.૧૮)થી બતાવે છે. પૂર્વ પક્ષ:- આમાં સત્તારુપથી નિરાકારની વાત નથી ને ધામ જોઇએ. તો પછી દેહ ન ધરાય માટે કહે છે કે દેહ ધરીને ભક્ત સંતના મધ્યે રહીએ ને તેમની સેવા થાય તે લાભ છે એમ બતાવે છે. ને વળી મ. ૬૩ માં આગળ વચન પણ કૈલાસ વૈકુંઠ ધામના કહેનારા શબ્દ છે. માટે તેમ કહેવુ તે ખોટું છે. ઉત્તર પક્ષ:- તો ભલે, આપે જે જાણ્યુ તે આપને માટે સારું હોય પણ અમને તો તે વચનમાં તેવી રીતે સમજણ નથી જણાથી કેમકે પ્રશ્નના આરંભથી દેહ અને આત્માની વાત કરીને પછી (તે આત્માને) બળવાન હોય તેને તો ભૂંડુ સ્વપ્ન પણ ન આવે એમ બતાવીને હવે જે બળવાન નથી તેને બળવાન થવા માટે સાધન બતાવે છે. તેમાં પ્રથમ સાંખ્ય મત એટલે આત્મનિષ્ઠા બતાવી. સત્તારુપે વર્તવાથી પણ ભગવાનના સંતને સંગે કરી ભગવાનની ઉપાસના કરવી એ બળવાન થવાનો ઉપાય બતાવે છે. એમ શાસ્ત્ર વચનથી કહીને હવે પોતાનાં અનુભવ સિધ્ધ વાતથી કહે છે. નંદીની સ્વારીથી સકામ ભાવનાના ફળ રુપ કૈલાસ નાશવંત છે તેથી પર ગરુડની સવારીથી ધામાદીક બતાવે છે. તેથી પણ પર અક્ષરના તેજરુપે વર્તે તો તેમાં લીન થાય છે. (ભાગવત: ધ્રુવ સ્તુતિ ટીપ્પણ છે.) એમ (પ્ર.૧૨,૬૪, મ.૧ ને ગીતા અ.૭) માં છે. માટે જન્મ ન ધરાય તેવી મુક્તિ અમારે ઇચ્છીત નથી. માટે ભગવાનના સંતના સમાગમથી ભગવાનની ઉપાસના કરવી તે સારું છે એમ બતાવે છે. માટે આપ કેવળ શબ્દથી ભરમાઇને એવો અર્થ કરો તે સારો નથી. એમ અમો માનીએ છીએ. માટે નિરાકાર તેજને વિષે નિષ્ઠા છે. (પ્ર.૬૪) તે તો બ્રહ્મ સુસુપ્તિમાં લીન થાય છે. તે પાછો કોઇ દીવસ નીસરતો નથી. (કા.૧) કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી તેના દેહ ઇન્દ્રિયો અને અંત:કરણ તેને ભગવાનની મૂર્તિને તદાકાર પણુ થતું નથી ને કેવળ બ્રહ્મ સત્તાને પામે છે. (અસલાલી ૧) આ વચનો છે તે સર્વે નિરાકાર તેજની નિષ્ઠાનો નિષેધ કરે છે. ને સાકાર પુરુષાકારને વિષે નિષ્ઠા કરવી એમ બતાવે છે. (પ્ર.૨૧, લો.૧૨, મ.૩,૧૩,૨૦,૩૦,૩૧)થી જાણવુ. વળી મંત્રમાં પણ અક્ષરનો વિભાગ કહે છે. (સત્સંગી જીવન પ્ર.૧ અ.૫૮ શ્લો.૨૦) अन्वितं द्विविधे चात्र क्षेत्रज्ञो तन्नियन्तृ च । व्यतिरिक्तं ततो यच्च तद्ब्रह्माक्षरमुच्यते ।। २० यमाश्रित्य ….. ।। २१।। આ વચન છે તે મૂર્તિમાન છે એમ કહે છે. (પ્ર.૬૩) કહે તે રૂપે થાવુ એટલે તે અક્ષર હું છુ એમ માનીને દેહથી જુદા પડવું. આવી રીતે શિક્ષાપત્રી શ્લો. ૧૧૬ છે ને એવા ગુણવાળા થઇને એટલે આત્મ શબ્દથી અક્ષર રૂપ નિષ્ઠા કર્યા પછી આત્મા શબ્દથી પરમાત્માની નિષ્ઠા કરવી એટલે કે હું ભગવાનનોજ દાસ છું પણ અક્ષરની માફક અહંભાવ કરવાનો નથી. એમ દાસત્વરૂપ ઉપાસના વિના મોક્ષ થાય જ નહી. માટે પરમાત્મામાં નિષ્ઠા કરવી (પ્ર.૬૧) મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે. માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસના રુપી વહાણનુ કામ પડે છે. માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે (મ.૫૭) પોતાને આત્મારૂપે રહેવુ તેનુ એ પ્રયોજન છે, જે હું આત્મા છું તે મારે વિષે કોઈ જાતનુ માયાનુ આવરણ નથી. તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિષે તો માયાનો લેશ પણ કેમ હોય? એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ન આવે તે સારુ આત્મનિષ્ઠા દૃઢ કરીને રાખવી. આ વચનથી એમ બતાવે છે કે કેવળ આત્મા જે જીવ રૂપે માનવાથી મોક્ષ નથી થાતો. માટે જીવથી પર એટલે વિલક્ષણ ભગવાન તેમાં નિષ્ઠા કરવી એટલે ભગવાનનો આશરો રાખે એટલે મોક્ષ થશે. તેમાં પણ એમ મનાય કે જીવના સરખા સજાતીય ભગવાન સાથે તો શું કલ્યાણ કરશે? તે રુપ દોષ મટાડવા કહે છે. હું જીવને માયાનુ આવરણ નથી તો તેથી પર ને નિયંતા અક્ષરથી પણ પર ને અક્ષરાદીક સર્વેના નિયંતા ને આત્મા ભગવાનમાં તો માયા હોય જ ક્યાંથી? એમ ભગવાનને વિષે નિર્લેપતા ધર્મ રહે માટે આત્મ શબ્દથી પરમાત્મા માં નિષ્ઠા કરવી. એમ નિષ્ઠા પાકી કરીને જો ભજન કરે તો વિઘ્ન ન થાય. નહી તો વિઘ્ન થાય ને ફળમાં પણ ભેદ થઇ જાય. તેમાં કોઇ વચનમાં દેહ ઇન્દ્રિયોથી જુદો છું. કે માયાથી પર છું એમ કહીને વળી કોઇ વચનમાં હું આત્મા છુ, શુધ્ધ છું, ચૈતન્ય છુ, સત્તામાત્ર છું એમ સ્વત: સ્વરૂપ થાવુ એમ બતાવે છે. ને કોઇ વચનોમાંતો શુધ્ધ ને સત્તામાત્ર જીવાત્માને અક્ષરબ્રહ્મને ધામ કે અક્ષરરુપ જે સેવામાં પુરુષાકાર ઉભા છે. ને ધામરૂપે ધારી રહ્યા છે. તે રૂપ થવાનુ બતાવે છે. એટલે જીવાત્મામાં અધીક સંસ્કાર બતાવે છે. જેથી (મ.૩૧) કહ્યા જે ગુણ મનન કરવાથી આવે છે. તે શુ? તો સામીપ્ય પણુ, નિર્લેપપણુ, મરજીનુ જાણવા પણુ આવે છે. તે રુપ સંસ્કાર માટે અક્ષર રુપે થાવાનુ બતાવે છે.તેમાં ધામ રુપે થવું, અક્ષર રૂપે થવું, બ્રહ્મરૂપે થવું એવા શબ્દથી કહે છે. તો એમ કોઇને આશંકા થાય કે આત્મા છે તેને પાપ પુણ્ય છેમજ નહી તો પછી આત્મનિષ્ઠારૂપ આ દાખડો - નિયમરુપ પાંજરુ તેની શી જરુર છે? તો આપે જે કહ્યું તે સાચુ છે પણ જીવાત્મા સ્વત: શુધ્ધ છે. તેને કાંઇ ન લાગે પણ તેને બીજો ભેગ ભળે એટલે સર્વે આવીને વળગી પડે જેમ સોનાને અગ્નિ બાળી શકતો નથી પણ માત્રા (એટલે વનસ્પતિ) સાથે ભેળવે ત્યારે અગ્નિ સોનાને બાળીને માત્રા (ખાખ) કરી નાખે છે. તેમ જીવાત્માને માયા અને માયાના કાર્યમાં અહંભાવ થયો એટલે ભૂખ, તરસ ને ટાઢ, તડકો એ ધર્મ જણાણા. એટલે માયામાં લોટ પોટ થઇ ગયો. માટે પ્રથમજ પાણી પહેલા પાળ બાંધો એટલે દેહથી-કરણથી જુદા થાવો. તે સારુ આત્મનિષ્ઠા કહી છે. તે જુવો. (પ્ર.૧૯,૨૫) (મ.૩૫) બતાવે છે. માટે જરુર છે. પણ એમ ન જાણો કે જીવાત્માને પાપ પુણ્ય નથી વળગતા માટે જેમ તેમ વર્તીએ. કેમ? એમ અવળી સમજણ છે. તેજ ધર્મ (આજ્ઞા) પાળવામાં મોટુ વિઘ્ન છે. (છે.૨૬) તેને જો એક આત્મનિષ્ઠાપણુ હોય જે હું આત્મા છું બ્રહ્મ છું... તેમાં બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાય રૂપ છે. માટે આવી રીતે સમજે તો સારુ જે આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય..... એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દ્રઢ પણે પાળે અને એમ સમજે જે હું એ ધર્મને પાળીશ તો ભગવાન મારી ઉપર રાજી થશે. જુવો આ વચનમાં પ્રથમ દોષ છે. નેઅંતરાય છે. માટે એવી અવળી બુદ્ધિ ન કરવી આત્મા શુધ્ધ છે તો પણ ભગવાનની પ્રસન્નતા માટે ધર્મ દ્રઢ પાળે છે એમ બતાવે છે. (છે.૩૨) એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાને વિષે કાળ, માયા, બ્રહ્મા, શીવ, સૂર્ય, ચંદ્રમાં ઇત્યાદિક સર્વે સમર્થ છે તો પણ નિરંતર આજ્ઞામાં વર્તે છે.... કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે તો એવા મોટા જે ભગવાન તે તો પતિત પાવન છે તે મારે કોઈક ધર્મ વિરુધ્ધ અવળું વર્તાઈ જશેતો તેની શી ચિંતા છે? આમાં સાચા ભક્તના લક્ષણમાં તો એમ બતાવે છે કે આવા મોટા ભગવાનની આજ્ઞા લોપતા નથી તો મારાથી કેમ લોપાય એમ સમજે છે. ને કુબુદ્ધિવાળો તો પોતાની બુદ્ધિ અનુસારેજ ચાલવાનો સ્વભાવ છે. માટે મહાત્મયનો ઓથ લઇને અવળે માર્ગે જાય છે ને પોતાના સંગીને લઇ જાય છે. માટે (મ.૩૫) માથે પાણો રાખીને સમુદ્ર નહી તરાય તેમ આજ્ઞા લોપીને સુખ સ્વપ્ને પણ નહી આવે. માટે આત્મનિષ્ઠાનુ પ્રયોજન એટલે કારણ તો (મ.૩૫) આત્મ જ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં એટલુંજ પ્રયોજન છે. જે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિષે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિષે હેત ન રહે તથા ભગવાનની ભક્તિમાં કોઇ વિઘ્ન ન આવે. એટલુજ પ્રયોજન છે. પણ મન હોય ચંગા તો કથરોટમાં ગંગા તેમ વર્તવા માટે નથી ને તેમાં વર્તવુ હોય તો પહેલા કહ્યું તેમ છે. જે પાણો માથે મુકીને તો પહેલે જ પગથીએ મરવાના છે. (મ.પ૭) આત્મા રૂપે જે વર્તવુ તે કેવળ બ્રહ્મ થઇને તેને અર્થે નથી. એ તો પોતાને આત્મારુપે રહેવુ તેનુ એ પ્રયોજન છે જે હું આત્મા છું તે મારે વિષે કોઇ જાતનું માયાનું આવરણ નથી તો આત્માથી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિષે માયાનો લેશ કેમ હોય? તો આવચન તો પૂર્વે કહ્યું જે આત્મા જીવ ને માયાનાં કાર્ય જે દેહને સુખ દુ:ખાદીકનો સંબંધ નથી એટલુજ પ્રયોજન કહ્યુ ને (મ.૫૭) તો જયારે પરાધીનને અસમર્થને વ્યાપ્યમાં આવા ધર્મ(ગુણો) છે તો સ્વતંત્ર સમર્થ, વ્યાપક ભગવાનને નિર્લેપ જાણે એટલુ જ પ્રયોજન છે. પણ જ્ઞાની ને કે સ્વયં જીવને પાપ પુણ્ય નથી એમ જાણીને મસ્ત થવા માટે નથી. ને યથાર્થ ભગવાનનો થયો તે આત્મા સ્વરૂપે રહે છે.તો તેને સુખ દુ:ખાદીક માયાનો લેપ થતો નથી. તો મારા પ્રભુ તો માયાના નિયંતા છે, સ્વામી છે, પ્રેરક છે. તો માયાથી મુક્તને ચૈતન્ય જીવથી પણ અતિ સુક્ષ્મ ને ચૈતન્ય ધનને સ્વત: નિર્વીકારી ને સહજ નિર્લેપ ભગવાનને નિર્લેપ જાણે એમાં શું કહેવું? આટલુંજ આત્મનિષ્ઠાનુ ફળ બતાવ્યુ તે શુ? તો જીવમાં સ્વત: સુખ દુઃખાદિકનો સંબંધ નથી પણ આગંતુક છે. માટે શુધ્ધ સ્વ સ્વરુપે માને એટલે તેનો સંબંધ નથી તેમ ભગવાનને તો તે થકી પણ અધિક અસંગી જાણે આટલુંજ ફળ છે. ને એમ ન માનો તો શુધ્ધ વેદાન્તિ છો એમ નકકી થાય છે. કેમકે હું આત્મા ને જ્ઞાની છું માટે મને પાપ પુણ્ય નથી અડતુ તેમ તમો પણ મારા સંબંધમાં આવ્યા એટલે મનેજ ભગવાન માનો તો હું નિર્ગુણ છું ને મારા સંબંધવાળા જનને ક્રિયા નિર્ગુણ થાય છે. માટે તમને પણ માયા બાધ નહી કરે ‘હું પ્રગટ છું તેથી ને મૂર્તિ છે તે તો પરોક્ષ છે કેમકે બોલે નહી એટલે ઉપદેશ ન કરે, થાળ પણ ન જમે માટે બોલતા ચાલતા પ્રગટને માનો એટલે તમારે સર્વે સાધન થઇ રહ્યા પણ આમ કહેનારને પોતાનીજ ભૂલ દેખાતી નથી. (મ.૫૩) મને મારા જીવની ખબર નથી જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે કેલાંબો છે કે ટુંકો છે એવી કાંઇ ખબર નથી તો પણ મોટા પુરુષ હોય અથવા ભગવાન હોય તેને વિષે પણ ખોટ્ય કાઢે છે.... પરમેશ્વર તેના ચરિત્રને વિષે ને તે ભગવાનની જે સમજણ તેને વિષે જે દોષ દેખે છે. તેને વિમુખ ને અધર્મી જાણવો. આથી જાણો કે વિમુખને અધર્મી છીએ તેથી આવુ વચન આપણાથી બોલાય છે. કે ‘બોલતા નથી કે જમતા નથી ઉપદેશ કરતા નથી માટે બોલતા ને પ્રગટ અમે છીએ' એમ કહેવાય છે પણ જો આપ બોલો છો તે તમો 'સ્વતંત્ર છો તે બોલો છો એ તો તપાસો? એક સળી પણ ઉપાડવાને સમર્થ નથી. એટલુંજ નહી પણ ભગવાનનેજ આધીન છો એમ નહી પણ આ ? લોકના ગોલા જેવા વૈદ ડાકટરને પરાધીન છો તે એટલું પણ કરી શકતા નથી તો તમો બોલો છો એ કેમ માની શકાય.એટલુંજ નહી પણ બાયડીને છોકરાના ખર ને ઉંટની માફક ભાર ઉપાડીને ફરો છો ને કુતરાની તુલ્ય તિરસ્કાર સહન કરો છો તે તમારો ઉપદેશ તમનેજ ઉપયોગી નથી તો બીજા ને ઉપયોગી ક્યાંથી થાય? ને અંતે પણ પરાધીન દેહમાંથી નીકળવુ પડે છે. તો પછી તમારુ ભગવાન પણું ક્યાં ગયુ? ને આ તો સૌ લોકને ઠગીને વૃત્તિ (આજીવિકા) કરવીને પુજાવા માટે છે. એમ જણાય છે તે જુવો. (છે.૩૬) એને એમ ગુણ દેખાડે છે. જે આત્મા છે તેને જન્મ મરણ નથી ને તે નિરાકાર છે અને તે ગમે એટલું પાપ કરે તો પણ તેને દોષ ન લાગે એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાંખે... ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો. આ વચનની માફક શુષ્ક વેદાન્તી બ્રહ્મને આત્મા માને છે. તેથી બ્રહ્મને પાપ પુણ્ય નથી તેમ તમો જીવને નિત્ય ને શુધ્ધ માનો છો તેથી પાપ પુણ્યનો સંબંધ નથી અથવા અમે નિર્ગુણ છીએ માટે તમને પણ પાપ પુણ્ય નહી લાગે એવો ગુણ બતાવીને શુષ્ક વેદાન્તી નિરાકારવાદી છે માટે આકાર માત્ર માયિક છે. ને નિર્ગુણ બ્રહ્મ નિરાકાર છે. એમ ઉપદેશ આપીને ઉપાસનામાંથી પાડે છે તેમ તમો ભગવાનને જડ, મુંગા, અમુળ, બધ્ય, પરાધીન કહીને જમતા નથી ને બોલતા નથી, ને ઉપદેશ નથી કરતા તે શું કલ્યાણ કરે છે માટે બોલતા ને ભજો એમ કહીને મૂર્તિમાંથી પાડી નાખો છો. એટલે ભગવાનની ઉપાસના મુકાવીને પોતાની કરાવો છો. માટે તમો શુષ્ક વેદાન્તી જ છો. વળી (પ્ર.૪૨) માં કહ્યું તેમ સ્ત્રીની સેવા કરવી છે, છોકરાની વેઠ ઉઠાવવી છેને જગતનો વ્યવહાર સાચો માનીને કરવો છે ને શાસ્ત્રના વચનને મીથ્યા કહેવા છે તે આ કયા પ્રકારનુ જ્ઞાન છે? આતો મોહ જ્ઞાન છે કે બ્રહ્મ જ્ઞાન છે (પૂર્વ પક્ષનો અભિપ્રાય) વળી અમો જ્ઞાની છીએ માટે સત્સંગમાં મોટા છીએ કેમકે ગૃહી ત્યાગીનો મેળ નથી માટે જ્ઞાન વિનાના ભગવા હોય તે શું મોટા થઇ ગયા? માટે જ્ઞાનીજ મોટો. (વ.૨૦) માટે ગૃહી ત્યાગીનો કાંઈ મેળ નથી જેની સમજણ મોટી તેનેજ સૌથી મોટો જાણવો જુવો. આ વચન શું કહે છે? માટે સમજયા વિના શું બોલો છો? સો વર્ષના બાવળ તે કાંટા જ આપશે ને તાડ તે કેરી નહી આપે તાડ ફળીજ આપશે. તેમ સો વર્ષનો ઘરડો હોય અથવા શરીરે તાજો તગડો પળીયાવાળો ભગવો શું કલ્યાણ કરે છે? નહી કરે. માટે અમે જ્ઞાની છીએ અમારી પાસેજ કલ્યાણ છે.બીજે તો વરોળ ઘેટી દોવા જેવું છે. વળી (બ્રહ્માનંદ સ્વામી) હોઈ સંત અનંત ફીરે જગમે, રહે દામ ચામ જેની દ્રગમે, તું ભૂલીશમાં ધોળે ભગવે॥ જુવો આમાં પણ ધોળા કે ભગવા રંગથી તું ભૂલીશ નહી કે ભગવા હોય તેજ મોટા હોય માટે વિચારો કુવામાં નથી તો અવાડામાં ક્યાંથી આવશે? માટે ગુરુ કરવા તો જ્ઞાની કરવા સત અસત ને જોઈને, બળદ લેવો તો ખેડીને, ડોબુ લેવું તો દોહી ને તેમ જાણો. શું વિશેષ કહીએ? માટે જ્ઞાની વીના તમારુ અજ્ઞાન ન મટે માટે ચેતી જાઓ તો ઘણુ સારુ છે. નહીં તો અંતકાળે પસ્તાવાનો વખત આવશે અમો તો ઢોલ વગાડીને તમોને કહીએ છીએ પણ તમારુ પ્રારબ્ધ કઠોર છે માટે નહી મનાય. વળી પૂર્વે સંતનો યોગ નથી થયો ને અત્યારે ભગવા ઢોંગીના વચનમાં ફસાઇ ગયા છો. ઉત્તર પક્ષ:- બહુ સારું ભાઇ, આપનું કહેવું તદ્દન વ્યાજબીજ છે પણ જ્ઞાનીનો સંગ કરવાથી કલ્યાણ થાય પણ અજ્ઞાનીના સંગથી તો અજ્ઞાન વધે પણ એટલું જ આપને કહેવાનું છે કે જ્ઞાની થયો તેમાં કોઇ એક ભાગ અજ્ઞાન રાખી મુક્તા હશે શું? કેમકે બીજાને ઉપદેશ કરવા વખતે આડંબર ભાષાને શુરવીરતાથી બોલે ને પોતાને તે બોલ્યા પ્રમાણે વર્તવાનું નહી તે અજ્ઞાન ક્યાંક શરીરમાં સંતાડી રાખ્યુ હોય. તે બહાર આવે છે. તેથી એમ જણાય છે. તે બોલનારનેજ જ્ઞાનજ નથી ને આતો ભગવાનનુ કરેલુ વાજુ દેડકો જેમ એમ બોલે છે અથવા મનુષ્યનું કરેલુ વાજુ રેકર્ડ કે રેડીયો વાગે છે તેમ ને જો તમોને જ્ઞાન છે તો વિષ્ટા રુપ સ્ત્રી ને છોકરાની સેવા શા માટે ઉઠાવો છો? ને જો 'એમાં છીએ તે શું કરીએ? કરવી પડે. ને ભગવાનની આજ્ઞા છે,' તેમ તો કહેશો જ નહીં કેમકે એમાં એટલે સંસારમાં પડી રહેવા અથવા પડવાની ક્યાં આજ્ઞા છે? ભગવાન કે શાસ્ત્ર તો ચોખ્ખી નાજ પાડે છે. તે કામી માટે સંસાર કરવો કહે છે. તે પણ નહી કે સ્ત્રીની વિષ્ટા ને માટી ખાવી પણ વૈરાગ્ય થવા માટે આજ્ઞા કરે છે. તે પણ જો પર્વતભાઈના દૃષ્ટાંતથી કહેશો કે તે મોટા ભક્ત છે તો તે કેમ ગૃહમાં રહ્યા? માટે ગૃહસ્થાશ્રમ કરવાની આજ્ઞા છે. તો એમ કહો તો તે વાત ખોટી છે કેમકે પર્વતભાઇ તો આજ્ઞાથી રહ્યા છે. માટે ઘરમાં રાગ રહિત રહ્યા છે. તે પરીક્ષાથી બતાવ્યું કે અનાજ સર્વે સદાવૃતમાં આપ્યું ને કહે કે છોકરા તો ઉકરડામાંથી દાણા વિણી ખાશે ને છોકરો મરણ પામ્યો તેને મુકીને ચાલ્યા ગયા પણ તેની ક્રિયા પણ કરવા રહ્યા નહી તેમ આજ્ઞાથી રહ્યા ને તમો તો રાગી છો ને તે રાગથી ઘરમાં રહ્યા છો ને ઉપર તે રાગ ઢાંકવા માટે મોટાની શાખ લઇને ભોગ ભોગવવા છે ને ઉપરથી ઢોંગ માત્રથી જ્ઞાનનો આડંબર કરો છો તે ખોટો છે તો એક પુત્ર થયો કે તરતજ ચાલ્યુ જવું પણ સ્ત્રીનો પછી સંગ કરવોજ નહી. ને સંગ કરે તો માતાનો સંગ કર્યો એ બરોબર કહે છે. તો આતો ઋતુ કાળનો પણ નિયમ નહી ને વૃતનો પણ નિયમ નહી ને કારતક માસનો કુતરો તેની માફક છે ને કૃશ થાય તો પણ ખાળનુ પાણી પીવુ મટેજ નહીં ને અમે જ્ઞાની છીએ, તે જુવો તો ખરા આંધળે, બહેરે, લુલા, લંગડે ખરા બપોરે બજાર લુટી તેમ છે. તો પણ એવા મીથ્યા જ્ઞાનીના સંગી જોતાજ નથી ને ભગવાનના ભક્ત કે ભગવાનને પણ અજ્ઞાની ગણે છે. વળી (વ.૨૦) તે જ્ઞાની ને મોટો કહ્યો તો શી બાબતમાં તે તો તપાસો? કેમકે પ્રશ્નમાં કામાદીકને જીતવામાં મોટો બતાવે છે ને કામી થઇને સંસારમાં પડી રહે છે ને મોટા તે પશુમાં પાડોને કીડીમાં સર્પ કે વીંછી એમ લોકને દુ:ખ દેવા કે દુ:ખમાં નાખવા માટે મોટા હશો એમ જણાય છે. ને (વ.૨૦) માં લખે છે કે જેના અંતરમાં સમજણની ઘેડય બેઠી હોય ને તેના ઇન્દ્રિયો પ્રવૃત્તિ માર્ગને વિષે સર્વે અનુલોમ પણે વર્તતા હોય તો પણ તે કામાદીકે કરીને ક્ષોભને ન પામે તો જો ક્ષોભ થાય છે અથવા કામીના માર્ગમાં રહેવુ છે ને ભોગ ભોગવવા છે ને 'અમને પરાભવ નથી' એતો કહેવું જ નહી. તે તો કેવુ બોલવું છે તે તપાસીને જુવો તો માલમ પડે. વળી જ્ઞાની ભક્ત તો જે જે સંકલ્પ કરે તે સર્વે સત્ય થાય છે તો જ્ઞાની સંસારમાં રહીને વિષય ભોગવે છે. ને સંસારનો વ્યવહાર કરે છે તે ઘાટ કર્યા વિના શું કરતો હશે? ને (વ.૧૯) જો સંકલ્પ કરીને કરે છે. તો તે સંકલ્પ સત્ય નિત્ય થયા તો પછી તેને માટે જન્મને મરણ પાકુ કરી લીધુ (નીષ્કુળાનંદ સ્વામી કહે છે તેમ) (માગી લીધી માથે ચોરાસી ફરી) તેમ કર્યુ. માટે જનકનુ દૃષ્ટાંત લઇને અમને પરાભવ નથી એમતો નજ બોલવું કેમકે જનકે તો પુત્રનું માયાથી મરણ જોઇને કે માયાથી નગર સળગતુ જોઇને પણ વિકાર થયો નહી. એટલું સાંખ્ય જ્ઞાન બતાવ્યુ છે. તો પણ યોગનુ જ્ઞાન બાકી છે. એમ તેજ પ્રશ્નમાં સન્યાસીણી સુલભાના વચનથી સિધ્ધ કરે છે. વળી જ્ઞાન છે તો જુવો. (ભાગ. સ્ક.૫ અ.૧૦) માં વચન વળી (મ.૨) માં પણ ઔષધમાં પણ તેમ ત્યાગ કહેછે. ને (મ.૨૦)માં પણ તેમ કહે છે. તો પણ ઉપરથી જગતને ઠગવાને ને વૃત્તિકાળ માટે કહેવુ છે ને વળી અમે મોટા સાધુ સત્પુરુષ છીએ. તો સાધુના ધર્મમાં પ્રથમ બ્રહ્મચર્ય આવે છે ને ત્યાગ આવે છે. તો આપનો ગુણ કીયો જ્ઞાનનો આવ્યો છે. તે તો કહો? ને અષ્ટ પ્રકારમાં લેશ પણ નથી તો આઠમો સાક્ષાતની તો શી વાત કરવી? ને જો વાત કરીએ તો આખુ જગત સાખ આપે કે સાક્ષાત સંગ નથી તો છોકરા વ્યભિચારના છે? ને તેવાના સંગી પણ મહા પાપી છે. તો પાપીએ પાપી ભેળા થયા તો કોણ કોને નડે? આટલું તો જુવો પણ પાપીના સંગી તેવાજ છે. માટે જોતા નથી ને 'અમારા ગુરુ તો મોટા જ્ઞાની સત્પુરુષ છે.' પણ તે ગુરુજ વિષય-મધુના ટીપામા લોભાયા છે તે પોતાના સંગીને ક્યાંથી વિષયમાંથી છોડશે? ઉલટા વિષયમાં જ જોડશે (જે જેવો થઇ રહે સાર તેને તેવો કહે) તેમ છે. ને વળી (ગુણાતીતાનંદ સ્વામી) કહે છે. જનકે પુત્રને ત્યાર્ગી ન કર્યો ને વિષયમાં જોડ્યો તેમ તમો પણ ગુરુ કે સ્વામીને મતે ચાલો છો તો આ વચનને ખાઈ ગયા કે શું? સમુદ્રમાં પથ્થર બાંધીને તમને નાખી દીધા જે બહારજ આવે નહી તેથી આપણે તેમ વચન ગ્રહણ ન કરવુ પડે માટે (વ.૨૦)માં તો શત્રુને કોણ જીતે? તેમ પ્રશ્ન છે, ને જેને જ્ઞાન દૂઢ હોય તે જીતે પણ સાધન વાળો અથવા સાધન વિના હોય તેનો મેળ નથી જેમ શુરવીર હોય ને તે હથીયાર વિનાનો હોય ને ફોસી હથીયારવાળો હોય તોય માર ખાશે ને શુરવીર હથીયાર વિનાનો છે પણ મારશે પણ માર નહીં ખાય. તેમ ત્યાગી જે સત્પુરુષનો યોગ રૂપ હથીયાર છે પણ ગાફલ છે. માટે કામાદાકથી પરાભવ પામી જશે ને ગૃહસ્થ છે તેને સ્ત્રીનો યોગ છે પણ સાવધાન છે એટલે 'મારે નિયમ છે માટે તેનો સંગ નથી કરવો' એમ સાવધાની રાખે માટે પરાભવ ન થાય એમ બતાવે છે એમ આ વચનામૃત કહે છે. પણ સત્પુરુષ અમે મોટા છીએ એમ નથી કહેતા ને ભગવાન છીએ એમ નથી કહેતા ને એમ ન કહો ને જો જ્ઞાની મોટા સત્પુરુષ છે એમ કહેતા હોય તો કોઇએ પ્રશ્ન પૂછ્યો કાંઇ ને તેનો ઉત્તર આપ્યો કાંઇ. દળી ઉઠયા ને બદલે દીલ્લી લુટી તેના જેવું તમારુ કહેવુ છે. ને બ્રહ્માનંદ સ્વામીના વચનમાં તો તમોએ શબ્દ ફેરવીને પોતાને બંધ બેસે તેવો અર્થ કરવા પદનેજ ફેરવી નાંખ્યુ છે. જેમ સ્કંધપુરાણમાં નવા શ્લોક નાખે ને પોતાનો સિધ્ધાંત બતાવે તેમ તમોએ પણ કર્યુ છે. પણ (ધોળે ભગવે એમ પદજ નથી) પણ ધોળે ભગમેં એમ પદ છે ને એમ કહો કે ના અમે નથી ફેરવ્યુ પણ એમ પદજ છે તો આમ તદન ખોટુ જ બોલો છો કેમકે (બ્રહ્મ મુની ભાનુ સમ કવી રાજ) તેની કડીમાં પ્રાસ ન મળે તેવુ અંધારુ ઘોર શ્રાવણ માસમાં પણ વદની અમાસની કાળી રાત્રી જેવુ અજ્ઞાન સ્વામીમાં કહેનાર છો. પણ પ્રાસમાં (મે) શબ્દ છે. પણ (વે) શબ્દ નથી તે પણ બીજી કડીમાં અર્થ મેળવો તો ખબર પડે. માટે લોકનાં હીરા માણેક મોતી લુટીને પત્થર, કાચ ને છીપ આપીને શા માટે લુટી લ્યો છો? માટે સત્પુરુષ નથી પણ સત્પુરુષનો વેષ કરીને આભાસ છે. તે લોક ઠગાઇ છે. ને વળી બીજી કડીમાં જ કહે છે ખોટા છે તેને કેવો વેષ છે ને ત્રીજી કડીમાં સાચાના લક્ષણ કહે છે. માટે ભગવે શબ્દ નથી એમ છે પણ ફેરવો તો તેનો ઉપાય નથી ને ભોળાને ઠગો વળી 'અમારે આત્મ નિષ્ઠા પકવ છે. તેથી આત્મા રૂપે વર્તીએ છીએ' તો તેની સાધન કાળમાં સ્થિતિ કેવી હોય છે ને સિધ્ધ કાળે કેવી સ્થિતિ હોય છે. તો સાધન કાળે તો તે ભક્ત છે તે ધર્મ (કર્મ) નો ત્યાગ ન કરે પણ કર્મ છે તે પોતાની મેળેજ એને મુકીને ચાલ્યા જાય છે પણ તે ભક્ત કર્મનો ત્યાગ ન કરે જેમ સુતેલો પુરુષ હાથમાં પંખો લઇને સુતો છે. તે જયાં સુધી નિંદ્રા નથી આવી ત્યાં સુધી દેહનુ ભાન છે તેથી પંખો ફેરવે છે ને જયારે નિંદ્રા આવે કે પંખો પડી જ જાય છે પણ ફેંકી દેવો પડતો નથી કેમકે દેહનુ ભાન ભૂલી જવાણુ છે. માટે અવયવ શીથીલ આપો આપ થઇ ગયા તેથી પંખો હાથમાંથી નીકળી પડયો છે. તેમ જયારે આત્મ વિચાર કરતે સતે દેહની વિસ્મૃતિ થઇ જાય એટલે કર્મ (ધર્મ) જે તે આપો આપ તેનો ત્યાગ કરી જાય છે. (શ્લોક) || કર્માણી અસૌ ન ત્યજેત કર્મભિ અસૌ ત્યજતે ।। (સા.૧) દેહને પોતાનુ રુપ માનીને વિષયમાં પ્રીતિ કરેજ નહી એવી રીતે આત્મ જ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થઇ જાય છે. (પ્ર.૬૩) (પ્ર.૭૮) અને દેહની ખબર રહે નહી એવો હોય ને સિધ્ધ દશામાં તો (મ.૬૨) તે જીવના હૃદયમાં પ્રકાશ થાય છે અને પોતાના આત્માનુ બ્રહ્મરૂપે દર્શન થાય છે. ને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે નારાયણ તેનુ પણ દર્શન થાય છે અને તે દર્શન કરનારા ને એમ અનુભવ થાય છે જે હું આત્મા છું અને મારે વિષે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે અને એવી રીતની અખંડ સ્થિતિ રહે છે. (મ.૬૩) એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્માપણે રહેવુ પણ ઇન્દ્રિયો અંત:કરણ ભેળુ ભળી જવુ નહી. અમે કેવળ સત્તા રૂપે રહેવા માંડયુ ને પોતાને સિધ્ધ દશા છે એમ કહે છે. તો આમા કીયુ લક્ષણ છે? ને સારુ સારુ ખાવુ પીવુ ને વ્યસન માત્રને જગત વ્યવહાર કરવો ને સ્ત્રીયાદીકની સેવા કરવી ને આત્મનિષ્ઠા ક્યાં છે માટે તે વાત મૂકી દેવી તે સારુ છે વળી એમ કહેશો કે મહારાજે આત્મનિષ્ઠાનો નિષેધ કર્યો છે ક્યાં? તો (મ.૬૩) રખે સત્તારૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય માટે દેહ ધરીને ભગવાનને ભગવાનના ભક્તની ભેળે રહીએ…. સત્તારુપે રહેવુ તેથી પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવુ એ શ્રેષ્ઠ છે. (અસલાલી-૧) કેવળ આત્માના સ્વરુપને જાણવાને અર્થે ભગવાનને ભજે તેને કૈવલ્યાર્થી જાણવો ને તે ભક્ત ને મધ્યમ જાણવો. (છે.૨૬) જો એક આત્મનિષ્ઠા પણ હોય જે હું તો આત્મા છું બ્રહ્મ છું..... એ બે રીતના જે દોષ માટે આત્મનિષ્ઠાની જરુર નથી પછી વાત શી કહેવી. પણ આમ કહેવુ તે ભુલ ભરેલ જણાય છે. કેમકે આત્મનિષ્ઠાની જરૂર તો (પ્ર.૨૫) ને (સા.૪)માં કહી આવ્યા છીએ પણ આંહી જે નિષેધ કરે છે. કીયા વિષયમાં કેવી દશામાં તે જાણીને અધીકારી ને તપાસ માટે છે. (મ.૬૩) જે નિષેધ છે તે તો નિરાકાર બ્રહ્મઉપાસના નો નિષેધ કરે છે પણ આત્મરુપ થઇને બ્રહ્મરૂપ થવાનો નિષેધ નથી કરતા (અસલાલી)માં પણ તેમ કેવળ નિરાકાર બ્રહ્મ સ્વરૂપ જીવાત્માની જીજ્ઞાસાનો નિષેધ કરે છે ને (છે.૨૬) આત્મારૂપ થઇને મસ્ત થઇને ધર્મનો લોપ કરે છે તેનો નિષેધ કરે છે પણ આત્મનિષ્ઠા નો નિષેધ નથી કરતા. માટે મસ્તપણા રૂપ દોષ છે એમ કહે છે. તમો એમ કહેશો કે (મ.૬૩)માં તો ભગવાન કહે છે કે 'અમે પણ દેહ ધરીને સંત ભેળા રહીએ.' તો સત્તારૂપથી નિરાકાર મુક્તિતની વાત ક્યાંથી લાવ્યા? તો તમારે એમ અર્થ નક્કી કરવો છે કે ભગવાન જન્મ ધરે છે. માટે અમે જન્મ ધર્યો છે. માટે ભગવાન અમેજ છીએ એમ સિધ્ધ કરવુ છે પણ આપ વિચારો તો ખરા કે એમાં પ્રથમથી ઇન્દ્રિયોને નિયમમાં કરવી તે વળી બળવાનને તો ભુંડુ સ્વપ્ન પણ ન આવે ત્યાં સુધી જાય તેથી પણ બળવાન થવાને માટે આત્મનિષ્ઠાપણું કહ્યું ને તેથી પણ બળવાને થવાને માટે નવધા ભક્તિ કહે છે ને તેજ પ્રશ્નને પોતાના અંતરની વાર્તા રૂપે રહસ્ય અર્થ કહે છે. 'કૈલાસ ને વૈકુંઠ નંદી ને ગરુડની સવારી કરી' તેથી સકામ ઉપાસના છે. તેનો નિષેધ કર્યો ને પછી સત્તારૂપે કહે છે. તેથી ક્રમપ્રાપ્ત નિરાકાર મુકિતનો નિષેધ કરે છે. ને પછી ભગવાનના ભક્ત ભેળે રહિએ ને તેને અર્થે જે સેવા બની આવે એજ શ્રેષ્ઠ સાધન છે. માટે સત્તારુપથી આત્મનિષ્ઠાનું કૈવલ્યરૂપ મુકિત સારુ નથી, માટે તેનાથી તો 'ભગવાનના ભક્ત-સંતની સેવા કરીને ધામની પ્રાપ્તિ થાય માટે તે શ્રેષ્ઠ છે' એમ જણાવે છે. માટે મોક્ષ ઉપયોગી ન થાય એવી આત્મનિષ્ઠારુપ જ્ઞાનનો નિષેધ કરે છે. પણ ભગવાને જન્મ લીધો છે એમ નથી કહેતા જેથી તમારે ભગવાન થઈને પુજાવું. તેવો અર્થ આંહી નીકળે. (વ.૧૯)માં ભગવાનને સંત જરુરવિચરતા જ હોય એમ કહે છે. તો તેનુ એમ છે કે ભગવાન તો સદાને માટે પ્રગટજ છે. પણ પરોક્ષ થતાજ નથી પણ તમારી આંખને પડળ આવ્યા માટે પરોક્ષ કહો છો માટે પ્રગટ જ છે, સદા ભગવાન, 'ભોમીમે જળ સભર ભર્યો તેમ છેજ પણ તમો નથી દેખતા પણ સદા પ્રગટજ વિચરે છે. ને સંતતો દેહના ધર્મવાળા છે. તે તો જાય છે નવા આવે છે. માટે તે પણ નવા આવ્યા તે હાજર છે. માટે પ્રગટ વિચરે છે. પણ તમારે તો પુજાવુ છે ને ઠગ વિદ્યા કરવી છે. માટે અનર્થ લોકને બતાવો છો. ને ભગવાન જો પરોક્ષ થાય છે. એમ કહેશો તે પછી તમને ભગવાનના સ્વરુપનુ જ્ઞાન જ નથી માટે પાકાજ અજ્ઞાની છો એમ નકકી થશે તો (મ.૨૮) માં જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે માટે જન્મ ન ધરે તો જન્મો જન્મ શબ્દ બંધ ન બેસે. માટે વારંવાર જન્મ ધરે ને પરોક્ષ થાય છે એમ કહે છે. તો તે કહેવુ વ્યાજબી નથી. જન્મો જન્મ શબ્દ તો નિષ્કુળાનંદ સ્વામીએ કર્યો છે કે સંકલ્પ સંકલ્પમાં ભગવાનના ભક્તનીજ સેવા કરવી છે. પણ બીજો જન્મ એટલે દેહ નથી ધરવો એમ સ્વામી કહે છે. કે ભગવાનનાભક્તને માને ઉદર જન્મ ન હોય તો ભક્તને સામથી કે આવુ ઐશ્વર્યના આપનાર ભગવાનમાં તો જન્મ મરણ રૂપ ધર્મ ક્યાંથી આવે કેમકે તે તો જન્મ મરણના પાકા શત્રુ છે.અર્થાત ભક્તના જન્મ મરણના ઢાળનાર છે. ને વળી (મ.૬૩) 'ભગવાન જન્મ ધરે છે' એમ કહો તો ભગવાનને ભગવાનના ભક્ત એમ બે વાત બતાવે છે. તે કેમ ઘટશે? કેમકે ભગવાને અવતાર લીધો છે. તો પછી બીજો કીયો જુદો ભગવાન છે તે તેના ભેળા રહેવુ ને તેની સેવા કરવી? માટે ભગવાન જન્મ ધરીને આવ્યા છે એવી ગાંડી વાત મુકીજ દયો. પણ પેટ ભરવાને માટે ઠગ વિદ્યા કરો છો. આવી રીતે શાસ્ત્રના અનુસંધાન વિના કે આદી પ્રશ્નને ઉપસંહાર કે મધ્યના અનુસંધાન વિના અર્થ અવળા કરીને અવળે માર્ગે ચાલો છો ને બીજાને અવળે માર્ગે ચલાવો છો. તેનુ ફળ કોને થશે તે વિચારીને તેવા અર્થ કરીને અવળે માર્ગે ચાલજો. હવે આત્મનિષ્ઠાનો સંક્ષેપમાં રસ કે અર્થ પ્રથમથી આત્મા એટલે દેહ રૂપે અનાદી અવિદ્યાથી મનાઇ ગયા છે. તેને (પ્ર.૫૧) માં પ્રમાણે ભગવાન કે સંતના વચનમાં રાખીને નિયમમાં કરવો તે રૂપ આત્મનિષ્ઠા પાકી થાય ત્યારે બીજુ પગથીયુ કે આત્માથી બે પ્રકારના કરણ જે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો ને અંત:કરણ જે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર તેમાં નિષ્ઠા રાખવી એટલે જ્ઞાન ઇન્દ્રિયોને વિષયમાં જાવા ન દેવા ને તેમનો આહાર તે ભગવાનની મૂર્તિનુ દર્શન, સ્પર્શ, ગંધ, રૂપ, શ્રવણમાં રાખવા. એટલે માયિક એકે વિષય જીવમાં આવે નહી એટલે જયારે બાહેરથી વિષય આવતા બંધ થઇ ગયા એટલે અંત:કરણમાં પણ વિષયની ઉત્પત્તિ નાશ થઇ જાય કેમકે મૂળ જેનુ કપાઈ ગયુ તે વૃક્ષ આપો આપ સુકાઈ જાય છે. તેમ વિષયને જીવમાં આવવાનું મૂળ બાહ્ય ઇન્દ્રિયો જ વિષય નથી ગ્રહણ કરતી તો જીવમાં ક્યાંથી આવે? ને જીવમાં પ્રથમથી વિષ્ય આવ્યા છે તેને આત્મ વિચાર કે ભગવાનના મહિમાના વિચારે કરીને ટાળી નાંખે. એટલે અંત:કરણમાં પણ આત્મનિષ્ઠા દૃઢ થાય એટલે જીવાત્મામાં આત્મનિષ્ઠા કરવી એટલે દેહને દેહ સંબંધીથી તો હું આત્મા, સ્વરુપ સ્વભાવે તો વિલક્ષણ છું પણ અજ્ઞાનથી આજ સુધી માનીનતા કરી તે ખોટી છે એમ પકવ થાય એટલે તે દેહને પદાર્થ માત્રની અત્યંત વિસ્મૃતિ થઈ જાય છે. પછી તે શુધ્ધ ને સ્વતઃ સ્વરુપે થયો જે આત્મા જીવની અક્ષર રૂપે ભાવના કરવી એ આત્મનિષ્ઠા કહી છે. એટલે અક્ષરબ્રહ્મ હું પોતેજ છું પણ હું જીવ નથી. એવી માનીનતા કરવી જેમ અજ્ઞાનીથી દેહ માનતો હતો તેમ હવે જયારે જ્ઞાન થયુ ત્યારે તે દેહથી જેમ જીવ જુદો એમ દ્રઢતા થઇ તેમજ તે જીવાત્મા પણ હું નહી પણ જીવના નિયંતા અક્ષર ભગવાનનુ ધામ હું છું એમ દૃઢતા થઇ જાય ત્યારે, ભગવાનમાં દૃઢ નિષ્ઠા થાય. એટલેકે જીવમાં આવરણ રુપ માયા નથી તો જીવથી પર ને વિલક્ષણ ને નિયંતા, આત્મા, સુક્ષ્મ ને ફળ પ્રદાતા ભગવાનમાં આવરણ ક્યાંથી હોય? એવા ભગવાનનાં અશરા થી મોક્ષ છે એમ દ્રઢ નિષ્ઠા કરવી.