@h1@ધર્મનિષ્ઠા@/h1@ @p@ || धर्मो ज्ञेयः सदाचारः श्रुतिस्मृत्युपपादितः ॥शि. १०३॥ || @/p@ @p@ વેદને સ્મૃતિ જે મુનિ વાક્યે કહ્યો ને સત પુરુષોએ આચરણ કર્યો તે ધર્મ છે. ('चोदना लक्षणीSर्थों धर्म:' (મીમાંસા સૂત્ર - શબર ભાષ્યમ્ - ૧.૧.૨)) જે વિધિ છે લક્ષણ જેનુ એટલે આ કરવુજ જોઇએ તે ધર્મ છે. (સ.જી. પ્ર. ૨ અ.૧ શ્લો. ૧૪) ॥ यमार्याः क्रियमाणं हि स्तुवन्त्यागमवेदिनः । स धर्मो… ॥ જેને વેદના જાણનાર મોટા સત પુરુષો વખાણે છે. તે ધર્મ છે. વેદ પ્રણિતો ધર્મો વેદ આજ્ઞા કરે તે ધર્મ છે. (સ.જી. પ્ર. ૨ અ.૧ શ્લો. ૨૬) || श्रुतिस्मृत्युदितं धर्ममनुतिष्ठन् हि मानवः । इह कीर्तिमवाप्नोति प्रेत्य चानुत्तमं सुखम् || @/p@ @p@ વેદ અને સ્મૃતિમાં કહેલ ધર્મ પાલન કરનાર આ લોકમાં કીર્તિ અને સુખને પામે છે, ને મરીને સ્વર્ગમાં ઉત્તમ સુખને પામે છે. (સ.જી. પ્ર. ૨ અ.૧ શ્લો. ૨૮) || धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः || જો ધર્મનો તમો ત્યાગ કરો છો તો ધર્મ તમારો ત્યાગ કરે છે. એટલે આ લોક અને પરલોકમાં દુ:ખને પામો છે. ને જો ધર્મનુ પાલન કરો તો તે ધર્મ જ તમારુ આ લોકને પરલોકમાં સુખ આપનાર થાય છે માટે ધર્મમાં વર્તે તો પ્રથમ મનુષ્યનું મનુષ્ય પણું છે. ને ધર્મ વિના તો પશુ જ છે. ફેર એટલો કે પુંછ નથી (ધર્મેણ હીનાપશુભિ: સમાના ) માટે મનુષ્યને અને પશુને ખાણ તો એકજ જરાયુજ છે પણ આને પૂંછ નથી. પણ આચાર ને યોની એક જ છે. પણ ફેર આટલોજ છે માટે પ્રથમ મનુષ્યનો ધર્મ જે આચાર હોય તો મનુષ્ય, નહી તો મનુષ્ય નહી. પૂંછડા વિનાનો પશુ છે. @/p@ @p@ આવશ્યકતા:- તેમાં પ્રથમ ધર્મરૂપ આચાર રહિત હોય તેનો આ લોકમાં કોઇ વિશ્વાસ ન કરે. (સા.૧૦) અને જે અધર્મી માણસ હોય તે તો ચોરી, પરસ્ત્રીનો સંગ, મદ્ય-માંસનું ભક્ષણ, વટલવું ને વટલાવવું એ આદિક જે કુકર્મ તેને વિષેજ ભરપુર હોય ને તેનો સંસારમાં કોઈ વિશ્વાસ કરેજ નહિ. ને એના સગા હોય તે પણ કોઇ એનો વિશ્વાસ ન કરે માટે બીજા લોક વિશ્વાસ ન કરે એટલુંજ નહિ પણ તેના સગા પણ વિશ્વાસ ન કરે તેથી અધિકતા તે શું? તો ચોરી, પરસ્ત્રી સંગ, મદ્ય-માંસ ભક્ષણ, વટલવુ ને વટલાવવુ એ આદિક અધર્મથી ચોરીનુ ફળ માથું કપાય કે અંગનું છેદન થાય કે મૃત્યુને પણ પામે કે રાજાનો દંડ થાય ને અંતે નર્કની પ્રાપ્તિ તો ઉભીજ રહે. પરસ્ત્રી સંગમાં પણ મરણ કે અંગ છેદન અથવા કુટુંબને સર્વસ્વનો ત્યાગ કરીને ભાગી જાવુ પડે તો પણ આટલાથી છૂટે નહી પણ નર્કમાં પડવાનુંજ ને ત્યાં તપાવેલ લોઢાની સ્ત્રીસંગથી દારુણ દુઃખ મદ્યપાનમાં પણ માર ખાય ને દ્રવ્યાદિકની હાની થાય એવા એવા દુઃખ ભોગવે છે. ને માંસ ભક્ષણમાં તે માંસ શબ્દનો અર્થ ચોખ્ખો કહે છે કે જેનું હું માંસ ખાઉં છું તે પરલોકમાં મારા માંસનું ભક્ષણ કરે. તો બીજા જન્મમાં કર્યા કર્મના ફળ દારુણ દુઃખ ને વટલવું ને વટલાવવુ તેથી પુનઃ અધોગતિ કે પશુમાં જન્મ તો વાણી રહિત થશો (પશુ થશો) ખાવુ પીવુ પણ પરાધીન થશો એવા દારુણ દુ:ખ મળશે. તેમાં પણ પશુ છે તે તો પોતાની ધ્રાણ દ્રષ્ટિથી (નાકથી) તપાસીને ખાય છે, ને સંગ પણ ઋતુ કાળેજ કરે છે. ને આતો પશુની પંકિતમાં પણ અધમ થયો. કંસે બેનના પુત્ર મારી નાખ્યા તે પાપના ભયથી બોલ્યો કે મને યમપુરીમાં યાતના ભોગવતા જીવ પણ તેમની પંકિતમા નહિ બેસવા દે. એમ એવા યાતનાના દેહ પામશો જ (યથા ક્રતુ ન્યાય) (ગીતા અધ્યાય.૪.શ્લોક.૧૧) || ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्। || ને પરલોકનાં સુખનો રસ્તોજ બંધ કરે એટલે કમાડ બંધ થઇ ગયા છે. માટે આવા દુ:ખ જોઈને સુખનો વિચાર કરીને ધર્મનો ત્યાગ કયારેય ન કરવો, ને અધર્મનું આચરણ ન કરવું તે પણ કહે છે. (સવર્ગ કામ યજેત) સુખની ઇચ્છાવાળો યજ્ઞને કરે (સ.જી.પ્ર.૨ અ.૧ શ્લો. ૨૨) || अर्थकामौ लिप्समानो धर्ममेवादितश्चरेत् || ધનને સુખની ઇચ્છાવાળો પ્રથમથીજ ધર્મનુજ આચરણ કરે (સ.જી.પ્ર.૨ અ. ૧ શ્લો. ૨૪) || धर्माद्राज्यं धनं सौख्यं प्राप्यन्ते सर्वसिद्धयः || ધર્મથી રાજ મળે છે ને ધન, સુખ, સીધ્ધિ પણ ધર્મથી જ મળે છે. (સ.જી.પ્ર. ૨ અ. ૧ શ્લો. ૨૬, ૨૭, ૩૧, ૩૫) એક ધર્મજ મિત્ર છે. તે મરતા પણ સાથે આવે છે. બીજુ તો સર્વે શરીરની સાથેજ નાશ પામે છે. ધર્મજ રક્ષણ કરે છે. માટે મન કર્મ વચનથી ધર્મનું પાલન કરો. મારુ આયુષ્ય ઘણું છે એમ માનીને એનો વિશ્વાસ ન કરો કેમકે તેને જવામાં વારતો આટલીજ છે પાંદડાના અગ્રભાગમાં રહેલ પાણીને પડતા જેટલી વાર લાગે તેટલી આયુષ્યને જતા વાર લાગે છે. માટે તત્કાળ ચેતો. શ્રેષ્ઠ સુખની ઇચ્છા રાખનાર ધર્મ પરાયણ થાય ને ધર્મથી સુખનો કયારેય નાશ થતોજ નથી. જેમ સ્વર્ગમાંથી અમૃતનો નાશ થતો નથી તેમ. એટલુજ નહી પણ કેટલી આવશ્યકતાથી કે ત્વરાથી ધર્મની સિધ્ધિ કરવાનુ બતાવે છે! (સ.જી.પ્ર.૨ અ. ૧ શ્લો.૩૨) ॥ गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत् ॥ આથી તો એમ નકકી કરે છે કે ક્ષણ માત્ર પણ કાળ વ્યર્થ ન જવો જોઇએ પણ સદ્ય ધર્મ સિધ્ધ કરવો જોઇએ. @/p@ (નિષ્કુળાનંદમુનિનું જીવનચરિત્ર) @br@મૃગરાજના મુખમાં, જે કોઇ આવે જરુર । ખાન પાન ને વિસરે, મરવું દેખે હજુર; કોને૦ ।।૩।। @br@તો જુવો કેવો કાળનો ભય છે? તે ભય રાખીને શાસ્ત્ર મર્યાદામાં વર્તવુ જોઇએ. પણ ફળના લોભે કે કોઇ દુષ્ટના સંગે કરીને પણ અધર્મનું તો ક્યારેય પણ આચરણ નજ કરવું. (સ.જી. પ્ર. ૨ અ. ૧ શ્લો.૧૪) @br@॥ धर्मादपेतं यत्कर्म यद्यपि स्यान्महाफलम् । न तत्सेवेत मेधावी शुचिः कुसलिलं यथा ॥ १४॥ (સ.જી. પ્ર. ૨ અ. ૧ શ્લો.૨૯-૩૦) @br@॥ न कामान्न च संरम्भान्नोद्वेगान्न भयादपि । न हेतोर्जीवितस्यापि धर्मस्त्याज्यो न लोभतः ॥ २९ ॥ @br@॥ सीदन्नपि हि धर्मेण नाधर्मे योजयेन्मनः । अधार्मिकाणां पापानामाशु पश्यन् विपर्ययम् ॥ ३० ॥ પવિત્ર ડાહ્યો માણસ તો જો કે મહાન ફળ આપનાર હોય પણ જો ધર્મથી રહિત હોય એવા કર્મનુ કયારેય આચરણ ન કરે. જેમ શુધ્ધ પુરુષ ગટરના પાણીને નથી પીતો તેમ. વળી કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે અથવા ક્રોધથી અથવા કોઇ પ્રકારના ઉદ્વેગથી અથવા કોઇના ભયથી કે છેવટે જીવવા માટે પણ લોભથી પણ ધર્મનો ત્યાગ ન કરવો ને અધર્મનુ આચરણ ન કરવું. ધર્મમાં એટલે ભગવાનની આજ્ઞામાં કે શાસ્ત્રના વચનમાં વર્તતા જો દુ:ખ પડે તો પણ અધર્મમાં મન ન જોડે એટલે અધર્મમાં વર્તવું નહિ. મનથી પણ અધર્મની પ્રવૃતિનો ઘાટ પણ ન કરવો. (સ.જી. પ્ર.૫ અ. ૫૫ શ્લોક- ૨૮ સ્તોત્રમાં પણ) ॥ धर्मस्त्याज्यो न कैश्चित्स्वनिगमविहितो वासुदेवे च भक्ति ॥ (વ.પ્ર.૮) શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવવાનુ કહ્યુ છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા પણ શાસ્ત્રની મર્યાદા ઉલ્લંઘન કરીને ભોગવવા નહી. (પ્ર.૨૫) વર્તમાન ધર્મતો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા. (પ્ર.૩૮) જે ભગવાનનો ભક્ત હોય તેણે પોત પોતાના ધર્મમાં રહીને….. મનને નિર્વાસનીક કરવું. (પ્ર.૪૨) વિધિ નિષેધને ખોટા કરે છે તે નારકી થાય છે. (પ્ર.૭૭) ધર્મને ખોટા કરી નાંખે તેને અસુર જાણવો.... જે ધર્મભંગ વાત કરતો હોય તેને વિમુખ કહેવો. (મ.૨૭) તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાયજ નહી. માટે પોતાના ધર્મમા રહીને (છે.૩૨) ભગવાને બાંધી જે ધર્મ મર્યાદા તેને વિષે..... નિરંતર વર્તે પણ તે ધર્મ મર્યાદાનો કયારેય પણ લોપ ન કરવો. (સા.૧૦) અધર્મીને માર્ગે ચાલવું જ નહી અને ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો..... પરમેશ્વરથી ડરીને ધર્મ મર્યાદામાં ચાલે છે. (મ.૪૫) જે પોતાના આત્માનુ રુડુ થવાને ઇચ્છે તેને તો સદગ્રંથને વિષે કહ્યા જે સ્વધર્મ તેને વિષે રહીને. (લો.૪) પોત પોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાળવી. (પ્ર.૭૮) પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ. (પ્ર.૭૬) જેને પંચવર્તમાનમાં કોઇ વાતેખોટ ન હોય (પ્ર.૪૪) સ્વધર્મમાં રહ્યો થકો ભગવાનને ભજે. (સા.૯) પોત પોતાના ધર્મમાંથી ચળવું નહી. (મ.૧૯) પુરુષોત્તમ ભગવાન તેના જે અવતાર તે ધર્મ સ્થાપનને અર્થે (મ.૩૮) માંચો ભક્ત….નિષ્કામી વર્તમાનમાં ફેર પડયો નહી. (મ.૩૯) નિષ્કામી ધર્મ અવશ્ય જોઇએ. જે પંચ વર્તમાન સંબંધી જે પોતાની ધર્મ મર્યાદા તેનો જાણીને ત્યાગ ન કરવો. (જે.૪) જયાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી ધર્મ પાળવો (છે. ૨૭) વર્તમાનની આંટી પાડવી. (છે.૨૯) ધર્મમાં વર્તે (છે.૩૪) જેના જેવા નિયમ કહ્યા છે. (છે.૩૮) ભગવાનનુ અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત વચનમાં ફેર પડયો હોય.... પ્રાયશ્ચિત કરે માટે જો તમો પોતાના જીવના મિત્ર હો તો અધર્મનો ત્યાગ કરીને ધર્મમાં ચાલો. નહી તો જીવના શત્રુ હો અથવા સગા સબંધીને પોતાના હીત કરના માન્યા હોય ને ભગવાનને ને સંતને જો શત્રુ જાણતા હોય તો ધર્મને મુકીને અધર્મમાં પગ ભરજો અને તે અધર્મમા ચાલવું કેવુ છે. તે દ્રષ્ટાંતથી કહીએ છીએ. જેમ આ લોકમાં પતંગના રમનારા છે તે તેમાં કાઈ માલ નથી પણ તેને માટે પ્રાણ જાય છે તે પણ જાણતા નથી. તેવી રીતે તેમ ઐક્યપણાંને (એકાગ્રતાપણાંને) પામ્યા છે તેથી છાપરેથી પડીને અથવા કુવામાં પડીને મરે છે. અથવા કંઈ વાગી બેસે પણ તેનુ ભાન નથી. તેમ તમો પણ પતંગ જેવી વસ્તુમાં એકતાથી ધર્મ મુકીને અધર્મમાં ચાલો તે મરણજ છે. અથવા ધનની ઇચ્છા વાળો પુરુષ કે વ્યસની, વ્યભિચારી પુરુષ, શુરવીર કે મજુર પણ તે તે પ્રકારમાં લીન થઇને કરે છે ને તેનુ દુ:ખદાયી ફળ ભોગવે છે. અથવા વેપારી વહાણે ચઢે છે. તે પણ માથું મુકીને વહાણે બેસે છે. તેમ તમો પણ તેમાં શું સુખ પામશો? ઉલટું દુ:ખજ પામશો. માટે ખોટું, અસત્ય, તુચ્છ કાકવિષ્ટા લેવાની ઉત્સુકતા મૂકીને સાચુ, સત્ય, નિત્ય, અમુલ્ય ને રસમય, આનંદરુપ, સુખનિધી વસ્તુ ભગવાનને મુકીને અધર્મમાં ચાલશો તો જેમ જેમ ચાલશો તેમ તેમ ભગવાનથી દૂર થતું જશે ને ઘોર દુ:ખ નિધીમાં પડશો. તે જેમ દિગ્મૂઢવાળો દૂર જ થતો જાય છે તેમ તમારે પણ થશે. ને બીજાનુ કામ સુધારવામાં રહેશો એટલે મમતા પદ સ્ત્રી પુત્રાદિકને માટે, કે અહંપદ જે દેહ ઇન્દ્રિયોને મન આદિકના સુખ માટે, પોતાનુ અહીત કરીને કામ ન બગાડશો. જેમ ભેંસ છે તે પોતાનુ અહીત કરે છે ને બગાડે છે એટલે પોતે દુઃખ વેઠે છે ને તમને દુધ આપે છે. ને તેના બચ્ચાને પણ દૂધ આપે છે. અથવા ઝાડ પરોપકારી પોતે ટાઢ, તડકો, ભૂખ, દુ:ખ સહન કરીને તમને ફળ, ફૂલ પાન કાષ્ટ છાયા મૂળ આપે છે. તેવીરીતે તમારું ન બગાડો. જો તમો એમ નાનો કે તેટલો તો ઉપકાર થાય ને! તેમ માનવુ ખોટું છે. કેમકે જો એમ માનીનતા સાચી હોય તો કહો ઝાડે પરોપકાર કર્યો તેનુ તેને ફળ થાય? નથી જ થતુ. કેમકે તે હું પરોપકાર કરુ છું એમ જાણીને નથી ઉભુ રહ્યું, પણ પોતાના પૂર્વે કરેલા કર્મનુ ફળ ભોગવવા ભગવાને તેવો જન્મ આપ્યો છે. માટે કર્મના ફળ ખાવા (ભોગવવા) માટે ઝાડ ઉભું છે. પણ પરોપકાર કરવા માટે નથી રહ્યુ. માટે ઝાડને પરોપકારનુ ફળ નથી. તેમ તમને પણ પૂર્વે કરેલ કર્મને સંબંધે કરીને ભેળા રાખ્યા છે અને તેનાં તેનાં કર્મ ભોગવો છો પણ તમો પણ તેનુ પૂર્વેનુ ઋણ જ ચૂકવો છો તેથી પરોપકાર નથી કરતા ને તે પણ તમારુ ઋણ ચૂકવે છે. એક બીજાનો કોઇ પ્રકારનો ઉપકાર નથી તેથી શું ફળ મળે? વળી માંખીની માફક પોતે મરે છે ને બીજાને મારે છે. તેમ પોતે નર્કે ન જાવ ને બીજાને પણ નર્કે જવાનો માર્ગ ન બતાવો. એટલે અધર્મને માર્ગે ચાલીને બીજાને પણ તે માર્ગનો ઉપદેશ કરીને તે રસ્તે ન દોરો. માટે ઝાડ જેવા જડ કે જ્ઞાન શુન્ય જેવા ન થાવું પણ પોપટ કે ભ્રમર જેવા થાઓ. જેમ પોપટ ફળને ચાંચ મારીને તે ફળને મીઠુ કરે છે ને પોતાની ભુખ ભાંગે છે, તેમ તમો પણ ધર્મમાં ચાલીને બીજાને પણ તેમ ચલાવો ને ભ્રમર છે તે પુષ્પ ને નાશ નથી કરતો ને રસ લઇને સુખીયો થાય છે તેમ શાસ્ત્રના વચન અથવા ભગવાનની આજ્ઞા રૂપ રસ લઇને સુખીયા થાઓ તે રૂપ મનુષ્યના ધર્મવાળા થાઓ. કેમકે મનુષ્યનો ગુણ શો? તો વિવેક એટલે સત અસતનો વિભાગ કરવો ને તે ધર્મ મર્યાદામાં રહેવુ. પૂર્વ પક્ષ:- જો કોઈના મનમાં એમ થાય કે ધર્મનુ ફળ તો સ્વર્ગની પ્રાપ્તિ રુપ ફળ છે. ને અંતે નાશ પામે છે. માટે તે ફળથી (ધર્મનુ અલ્પ ફળ) પ્રાપ્તિ પણ નકામી જ છે. માટે જેમ આંહી દુ:ખ છે તેમ ત્યાં પણ કેવળ દુ:ખજ છે. ને વળી આ લોકમાં તો કંઇ વિવેક છે ને ત્યાં તો તેટલો પણ વિવેક નથી. વળી આ લોકમાં જેમ પૈસાદારને લુંટારા મારીને લુંટે છે તેમ ત્યાં (સ્વર્ગમાં) પણ ધર્મનું ફળ થઈ રહે ત્યારે બીજા તેનુ ફળરૂપે પ્રાપ્તિ થઇ છે તે વિમાન, અપસરા આદિક તમામ લઇને ઉંધે મસ્તકે આ લોકમાં ફેંકે છે માટે તેવા ફળ માટે અમુલ્ય મનુષ્ય શરીરને કષ્ટ આપવું સારુ નથી. ને ખાવું પીવું ને મોજ કરવી તેજ સારું છે. કેમકે ત્યાં પણ તેવાં ફળ ને માટે આ લોકમાં કાયા કલેશ છે. માટે આ લોકથી ત્યાં કંઇ પણ વિશેષ નથી. માટે તેવા સુખ માટે કલેશ ભોગવવો તેનાથી તો આ લોકનાંજ સુખ ભોગવવાને વળી બીજા જન્મમાં પણ આંહી ને આંહી, માટે પડવાનો પણ ભય નથી. (મ.૨૧) વર્ણાશ્રમના ધર્મની તે વાર્તા છે. તેનુ ફળ જે ધર્મ, અર્થ ને કામ છે. તેણે કરીને કોઈનુ કલ્યાણ થાતુ નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખીયો રહે એટલુજ ફળ છે. (છે.૨૫) જે ધર્મ છે તેણે કરીને તો દેવ લોકની પ્રાપ્તિ થાય છે ને પુણ્યને અંતે પાછો દેવલોકથી જીવ પડી જાય છે..... કેવળ જે વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય દુબળા છે ને તેનું ફળ પણ નાશવંત છે. (મ.૧૧) પોતે પણ ધર્મ અર્થ ને કામ તેને જ અર્થે યજ્ઞ વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોકમાં અથવા મૃત્યુલોકને વિષે ભોગવીને પછી ત્યાંથી પડે છે. (મ.૯) હમણાં તો સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે અને તેને જો ભગવત સ્વરુપની નિષ્ઠા પાકી નહી હોય તો તે જયારે દેહ મુકશે ત્યારે કાંતો બ્રહ્માના લોકમાં જશે ને કાંતો બીજા દેવતાના લોકમાં જશે (પ્ર.૧૯) સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ ન હોય તો ભૂર્લોક, ભૂવર્લોક અને બ્રહ્માના ભુવન પર્યત જે સ્વર્ગ લોક તે થકી બાહેર ગતી થતી નથી તો તે વાત છે. તો તેવા માટે પ્રયત્ન શું કરવા કરવો? પણ આ લોકમાંજ તેનાથી વધારે સુખ છે માટે જ કાયા કલેશ ન કરતા દેહ ઇન્દ્રિયોને જેમ સુખ થાય તેમ વર્તવું જોઇએ ને કેવળ સાધન કાળે (અત્યારે) પણ દુ:ખ અને ફળ (સ્વર્ગમાં) મળે ત્યારે પણ દુઃખ, માટે તેવું કરવું નથી. માટે અમો તો આજ સુખ છે એમજ માનીને ખાવુ પીવુ ને મોજ કરશું. ને (એતે નિરય: તાત) તે નર્ક રુપ સ્વર્ગ માટે મહેનત કરો . (ગીતા અ.૯ શ્લો.૨૧) ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति।. પુણ્યે કરી યજ્ઞ યાગે કરી... પ્રાપ્ત થયા જે સુખ તે જોઈતા નથી. કેમકે (બ્રહ્માથી કીટ લગી જોયું, જુઠું સુખ જાણીને વગોયુ) પુણ્ય કરી અમરાપરના સુખ પામીએ ને અંતે ફોગટ ફેરા થાય તેવા છે. માટે તેવા સુખ માટે સકામ કર્મ કરવા નહી. ઉત્તર પક્ષ:- તો ભાઈ, તમારું કહેવુ સાચુજ છે કે દેવતાના લોક છે તે અસ્થિર છે, પરીણામી છે, દુઃખોદક છે, નર્ક જેવા છે માટે તેવા સુખને માટે કોઇ પ્રયત્ન ન કરે. પણ આ તો કેવળ વર્ણ ધર્મા કે આશ્રમ ધર્મનું ફળ છે પણ ભગવાનની ભક્તિ સહિતનુ ફળ નથી. માટે ભક્તિ વિનાનો એકલો વર્ણાશ્રમ ધર્મ છે તે તો ઝાંઝવાનાં જળ જેવા સુખને આપે. પણ જો ભગવાનની ભક્તિએ સહિત હોય તો નિત્ય, દીવ્ય, અપરિણામી, નિર્દુ:ખ, નિર્ભય, નિરતિશય, સુખમય ફળને આપે છે. માટે ભક્તિ સહિત નિષ્કામ ધર્મનું આચરણ કરો તો સુખની પ્રાપ્તિ થાય અને એજ કેવળ વર્ણધર્મ કે આશ્રમ ધર્મ છે તે ભગવાનની પ્રસન્નતા માટે આચરણ કરીએ તો ભક્તિ છે. પણ ધર્મથી ભક્તિ બીજી જુદી વસ્તુ નથી. (છે.૨૧) અને એ ધર્મનેજ ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે ને તે ધર્મને ભક્તિ બે જુદા નથી એકજ છે. (મ.૨૧) પોતાને બ્રહ્મરૂપ માનીને સ્વધર્માદિક અંગે યુક્ત ભક્તિ કરવી. (મ.૨૭) જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાયજ નહી. માટે પોત પોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ કરવી. (પ્ર.૪૪) સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જ ભગવાનને ભજે. આથી એમ જણાય છે કે કેવળ ધર્મથી દુ:ખ એટલે જન્મ મરણ મટતુ નથી. તેમ દેહના પણ દુ:ખ મટતા નથી. માટે ધર્મ સહિત ભક્તિ કરવી એમ. (શિક્ષા. શ્લો.૧૦૨) धर्मेण सहिता कृष्णभक्तिःकार्येति तद्रहः ॥१०२॥ (શિક્ષા.૩૯) ।। धर्मेण रहिता कृष्णभक्तिः कार्या न सर्वथा ।। તો આવી રીતે ભક્તિ સહિત ધર્મથી નિર્દ્વન્દ્વ, નિત્ય સુખ મળે છે. પૂર્વ પક્ષ:- તો ભલે એમ તમારી માનીનતા હોય પણ મહારાજ તો ધર્મનો ત્યાગ કરવો બતાવે છે. તે જુવો, વચનો (મ.૨૬) ભગવાનની ભક્તિ કરતા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિ કરવી. (મ.૯) ભગવાનના વચનો લોપથતો હોય તો તેની ચિંતા નહિ..... ભગવાનનું વચન કાંઇક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને છુટકો થાય. (મ.૧૬) જે સ્વરૂપનિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહજે જ રહે છે. (પં.૬) પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરુપમાં અચળ મતિ હોય..... તેની વતે કોઈ કુસંગે કરીને કદાચીત કાંઈક અવળુ વર્તાઇ ગયુ હોય તો પણ કલ્યાણના માર્ગથી પડે નહી. (૫.૭) અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહા ત્યાગી હોય તો પણ તેનુ કલ્યાણ થવું અતિ કઠણ છે. (મ.૧૩) અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દૃઢતા હોય ને કદાચિત્ જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિઃસ્વાદ અને નિઃસ્નેહ એમાં કાંઈક થોડી-ઘણી કાચ્યપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી.... ભૂંડાં દેશકાળાદિકને યોગે કરીને જો કાંઈક અવળું કર્મ થઈ જાય તો પણ તે દૃઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં. (મ.૪૫) તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યુ હોય તો પણ તેનો નાશ થઈ જાય છે. (વ.૧૪) ભગવાન કે ભગવાનના સંતનો જો હૈયામાં ગુણ આવે.... વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા તેનુ જે પાપ લાગ્યુ હતુ તે સર્વે નાશ થઈ જાય છે..... ધર્મ પાળ્યાનુ જે પુણ્ય તેને બાળીને ભસ્મ કરી નાંખે છે. આ વચનો ધર્મનો ત્યાગ બતાવે છે. તો પછી આપણે ભગવાનથી મોટા થયા? જેથી તેમના વચન પ્રમાણે ન વર્તવું તે જુવો. (દોહા) (નીષ્કુળાનંદ કાવ્ય) મનગંજન (નીજમન ઉવાચ) રેરે બેસી રાંડના, બે ખબર શું બોલ્ય । શાસ્ત્ર વિરોધી શું લવે, તું મુરખ વણતોલ્ય ।।૮૦।। ઈંદ્ર ચંદ્ર એકલશૃંગી, સૌભરિ નારદ શિવ । અજ થકી અધિકો થયો, જોજ્યો ભાઈયો જીવ ।।૮૧।। આવી અવળી સમજણ છે માટે તેમ નથી. ઉત્તર પક્ષ:- (ધર્મનો અત્યાગ) તો પણ આપે જે કહ્યું તે સત્ય છે પણ તે વચનતો અધિકારી પર છે માટે અધિકારીને પોતાનું અંગ જાણીને પછી ધર્મનો ત્યાગ કરવો પણ શાસ્ત્રના વચન માત્રથી તયાગ ન કરવો. કેમકે શાસ્ત્ર તો પ્રથમ આવી રીતે કહે છે કે પ્રાણ જાય તો ભલે પણ ધર્મ જવા ન દેવો. કેમકે ધર્મ સુખમાત્રનું મુળ છે. માટે મૂળ નાશ પામે તો સર્વસ્વ નાશ પામીજ ગયુ છે. માટે જ મનુષ્ય દેહનુ અમુલ્યપણું છે. ને વળી આ સાધનયુક્ત ને વળી સત્સંગમાં તો સંતનો યોગ છે. એવો સર્વે લાભ-દુર્લભતાને છોડીને એટલે તરછોડીને પણ ધર્મ રાખવો તેનું એજ કારણ છે કે મનુષ્યજન્મમાં જો મોક્ષ ન મેળવ્યો તો પછી પશુ પંક્તિથી પણ અનિષ્ટ છે માટે મનુષ્ય જન્મની સફળતા નથી થતી એવા મનુષ્યનાં પ્રાણને રાખીને શુ પ્રયોજન છે? માટે જ શાસ્ત્ર કહે છે કે, પ્રાણનો ત્યાગ કરીને પણ ધર્મ મુકવો નહી. તે પૂર્વેના ઋષી, રાજાનું જીવન જુઓ. પ્રાણનો ત્યાગ કરીને પણ ધર્મ રાખ્યો છે. તો પછી મમતા સ્પદને તરછોડે તેમાં તો કહેવાનુ શું! માટે આપણે તો પૂર્વેના પુરુષોથી ઉત્તમપ્રાપ્તિ વાળા છીએ તો તેથી પણ અધિક વર્તન રાખવુ જ જોઈશે. (કા.૨) તે સર્વે પાળે છે તેટલુંજ પાળે તો એ દોષ ટળે નહી. (ચોસઠ પદી) અતિ આદર્યું કામ અતોલ, પરલોક પામવા । ત્યારે ખરી કરી જોઇએ ખોળ્ય, વિઘનને વામવા ।।૩।। વણસમઝે સાર અસાર, પાર કહો કોણ થયા । કરી નિષ્કુલાનંદ વિચાર, સંત અસંત કહ્યા ।।૪।। પદ ।।૮।। માટે આપણે તો સર્વે અવતારના અવતારી, કારણ, અક્ષરધામી, મુક્તપતિ, આનંદમય, ભૂમા, સર્વકર્તા, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ, સહજાનંદ, ભક્તિપુત્ર, ધર્માત્મજ, નારાયણમુનિ, સ્વામીનારાયણ ભગવાનના દાસ-સેવક-ભક્ત છીએ તો જેમ રાજાના નોકર છે તેમાં પટાવાળો ને વજીર કે દીવાન છે તેમાં જેણે જેટલો રાજાનો પ્રતાપ જાણ્યો છે તેમ રાજાના કાયદા કાનુન પાળે છે. તેમ આપણે પણ ઉપર કહ્યા તેવા ભગવાનને જાણ્યાં હોય તો તેટલી આજ્ઞામાં સહજ સ્વભાવેજ વર્તાય. જેમ અગ્નિની જવાળાનું ઉંચાજવાપણું છે ને જેમ કૂતરાની પુંછડીનું વાંકાપણું છે તેમ વર્તાય. પણ તેને નિયમ કે સંતના સંગની જરૂર ન પડે. જો નિયમની કે સંતની જરૂર પડે છે ત્યાં સુધી પૂર્વે કહ્યા તેવા જાણ્યા નથી. ને તે માર્ગે ચાલવા માટેનીજ મુમુક્ષુતા ઉત્પન્ન થઈ. ને જાણીને કે મહીમાથી આજ્ઞા, વચન, ધર્મ, વર્તમાન લોપે છે, તેણે તો ભગવાનને જાણ્યા નથી અથવા ભગવાનની આજ્ઞા જાણી નથી. પણ કેવળ વચન શીખી રાખ્યા છે. તે શા માટે? તો બીજાને ઠગવા કે વાદ વિવાદ કરવા કે જીવીકા વર્તી ચલાવવા માટે ઉપરથી દેખાય છે. માટે તેને સારુ શાસ્ત્ર જ નથી. પણ જેને મોક્ષનો ખપ છે ને ભગવાનને રાજી કરવા હોય તેને તો આ કહ્યું તેમ મહારાજને મોટા જાણ્યા હોય તો તેમ નિયમ, આજ્ઞાને વચનમાં પણ તેમજ વર્તાય. પણ કયારેય પણ ધર્મમાથી ચળાયમાન થાય જ નહી. ને ધર્મનો ભંગ ક્યાંઇક પણ કરેજ નહી ને ધર્મનો ભંગ કહે છે તે તો (૧) ઉપશમમ વાળાને ધર્મ ભંગ થાય છે તેનો બાધ નથી પણ ક્યાં સુધી બાધ નથી? તો જ્યાં સુધી ઉપશમ હોય ત્યાં સુધી બાધ નથી. ને જયારે જાગૃતમાં આવે ને પછી ધર્મ ભંગ કરે તો તેને પણ બાધ લાગે ને પોતાની સ્થિતિમાંથી પડી જાય. તો જુવો, શાંતાનંદજી ને સમાધી અવસ્થામાં પંદર કે વીસ દીવસ લાગતા પણ જયારે જાગૃતમાં આવ્યા ત્યારે સારા સારા રસ આપવા માંડયા ત્યારે તો સમાધી ઓછી થઇ ગઇ તે એક બે દીવસની થઇ ગઈ. ને બીજા પણ કેટલાકના આખ્યાનો છે. માટે જ્યાં સુધી ઉપશમ દશા છે તે દશામાં બ્રહ્મ મુહુર્તમાં સ્નાન કરીને શ્રી હરિની પુજા કરવી, કે માનસી પુજા કરવી, કે દર્શને જાવું, કે કોઈ મોટા સંત આવ્યા તેનુ પુજન કરવુ, કે દેહની બીજી ક્રિયાની શુધ્ધિ ન થાય તે રુપ ધર્મ ભંગ થાય તેનો બાધ નથી. પણ જાગૃતમાં આવેને ખાવુ પીવું ને ટાઢ તડકો લાગે ને દેહની ક્રિયા કરે ને ધર્મ ભંગ કરે તો તેને તો બીજા અજ્ઞાનીથી અધિક દોષ છે. જેમ પ્રજા કાંઈ ગુનો કરે તેનાથી અમલદાર ગુનો કરે તો તેને બમણો દંડ ને નોકરીમાંથી રજા મળે ને વળી તેથી પણ અધીકમાં લલાટમાં છાપ આપે તેથી બીજો કોઇ પણ નોકરીમાં ન રાખે તેમ તેને પણ તેવી રીતે અધિક દોષ લાગે છે. તે જુવો (અમ.૩) ભગવાનને ચિંતવનને બળે કરીને જયારે ઉપશમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્તને ઉપશમને બળે કરીને પંચ વિષય જન્મ મરણના હેતુ ન થાય...... પરમેશ્વરના સ્વરુપના ધ્યાને કરીને ઉપશમ દશાને પામ્યો છે. તેને પંચ વિષય કેમ બાધ કરે? માટે ઉપશમ સ્થિતિએ કરીને દેહાદિકની વિસ્મૃતિ રહે ત્યાં સુધી બાધ ન કરે. નહી તો ગમે તેવો હોય તો પણ બાધ લાગે ને સ્થિતિ ને ધર્મમાંથી પડી જાય છે. તે પણ જુવો. (મ.૩૫) જગતમાં એમ વાત છે જે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા એ વાર્તા ખોટી છે. એ તો ગમે તેવો સમાધિનિષ્ટ હોય અથવા વિચારવાન હોય ને તે પણ જો સ્ત્રીયોના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઇ રીતે રહેજ નહી. (છે.૩૩) એણે કરીને એમનું ઠેકાણુ રહે નહી. અને જો એવો યોગ થાય તો આજ આપણા ત્યાગીમાં જે અતિ ઉતરતો હશે તે જેવો પણ રહે કે ન રહે એમાં સંશય નથી. કેમજે એ પદાર્થનો યોગજ એવો છે.... એનો સંગ તો એક ભગવાનને ન લાગે તે કહ્યું છે. ‘ઋષિં નારાયણમૃતે’ તથા ‘યેઽન્યે સ્વતઃ પરિહૃતાદપિ બિભ્યતિ સ્મ ।’. (પ્ર.૨૩) એવી રીતની જયાં સુધી સ્થિતિ થઇ નથી ત્યાં સુધી ભગવાનના ભક્ત છે તો પણ તેને માથે વિઘ્ન છે. એવી સ્થિતિમાં શીવજી ન હોતા વર્તતા તો મોહીની સ્વરુપમાં મોહ પામ્યા એમ નારદ, બ્રહ્માદિકને પણ કહ્યુ છે (૨) બીજા પ્રકારે પણ બાધ નથી તે ઉપશમ દશા ન હોય ને ઘ્યાને કરીને અંર્તદૃષ્ટિ વર્તતી હોય ત્યાં સુધી પણ બાધ નથી. ને બાહ્ય દૃષ્ટિ થાય ને ખાન, પાન, ટાઢ, તડકો લાગે તેવી સ્થિતિ છે ને જો ધર્મ ભંગ કરે તો તેને પણ નર્કપ્રાપ્તિ જ થશે. (પ્ર. ૭૮) ‘'જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહની ખબર રહે નહી એવો હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે અને જેને દેહની ખબર રહેતી હોય ને ભજનમાંથી પોતાની મેળે ઉઠીને ખાવું પીવુ દેહની ક્રિયા તે સર્વે કરતો હોય...' આ તો ભગવાનનો ઓથ લઇને ફાવે તેમ વર્તવું છે. માટે એમ બોલાય છે. (પ્ર.૪૨) સ્ત્રીની ષુશ્રુષા કરે ને છોકરાની ષુશ્રુષા કરે અને જેટલો જગતનો વ્યવહાર હોય તે સર્વેને તો સાચો જાણીને સાવધાન થઇને કરે છે..... વિધિ નિષેધને ખોટા કહે છે. એવા જે આ જગતને વિષે જ્ઞાનના કથનારા છે તેને તો મહા અધમ જાણવા ને નાસ્તિક જાણવા. (પ્ર.૭૭) એવી ધર્મ ભંગ વાત જે કોઇ કરતો હોય તેને વિમુખ કહેવો અને એમ કહેવું જે તમે તો અસુરનો પક્ષ લીધો છે તે અમે નહી માનીએ. (૩) વળી જો ત્રીજો પ્રકાર જ્ઞાને કરીને એવી સ્થિતિ જેને હોય તેને પણ દોષ ન લાગે પણ તે જ્ઞાનની દશા વર્તતી હોય તો વાંધો નથી. પણ એવી સ્થિતિ વિના ધર્મનો ભંગ કરે તો તે પણ નારકી થાય (સા.૧૪) જેને સ્થૂળ દેહને વિષે તથા સુક્ષ્મ દેહને વિષે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહનુ કર્મ પણ લાગતુ નથી ને સૂક્ષ્મ દેહનુ પણ કર્મ લાગતુ નથી. કેમજે એ તો કેવળ આત્મસત્તારુપેજ વર્તે છે. માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂળ દેહ સબંધી તથા સૂક્ષ્મ દેહ સબંધી કર્મ લાગે નહી. અને તે આ દેહે કરીને અશુભ કર્મને તો કરેજ નહી માટે આ દશા જ્ઞાને કરીને થાય તેને બાધ નથી થતો એમ બતાવ્યુ છે. પણ ઉપસંહારમાં કહે છે કે જેને આ દશા છે તે તો અશુભ કર્મ (એટલે અધર્મ આચરણ) તો કરતો જ નથી કેમકે દેહને સાથે સંબંધજ નથી વર્તતો માટે તેવુ કર્મ થતું નથી. ને તેવી દશા વિનાના જ્ઞાન કથનારા છે તેને તો કર્મનુ ફળ જરૂર ભોગવવુ જ પડે છે. (પ્ર.૪૨) જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઈ અડતું નથી. તે મૂર્ખપણામાંથી કહે છે એમ શાસ્ત્રનો સિધ્ધાંત છે. પણ મહારાજ તો તેમાં વિશેષ કહે છે તે શો વિશેષ? તો એ સાંખ્ય જ્ઞાને વર્તવુ તે તો રાજાનો ધર્મ છે પણ બધાને માટે સામાન્ય ધર્મ નથી. માટે રાજાને અતિ પ્રવૃત્તિ હોય તો તેણે સાંખ્ય જ્ઞાને કરીને જુદું વર્તવુ. ને બીજાને તો સાંખ્ય જ્ઞાને કરીને દેહ ભાનજ નથી તો અયોગ્ય કર્મ ક્યાંથી થાય? ને જો તેવી કિયા થાય છે તો દેહ ભાવ છે પણ દંભે કરીને પોતાનું કપટ ઢાંકીને બીજાને ઠગવાનો ઉપાય છે, માટે જ્ઞાનીને પાપ નથી એમ બોલે છે. (પ્ર.૭૩) અને ભગવાન દ્વારકામાં જે સાંખ્ય મતને આશર્યા તે મતતો જનક જેવા રાજાઓનો છે. રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુ ભજે તેજ સાંખ્ય મતને અનુસરે. આ વચનથી જુવો તો જ્ઞાનીને પાપ નથી લાગતુ. તે કેવા જ્ઞાનીને? ને તેમાં પણ સર્વે મનુષ્યનો અધિકાર છે કે એક રાજાનો અધિકાર છે? તેમ છતાં પણ અધિકારી નથી તો પણ અવળુ ચાલવુ છે માટે અવળો ઓથ લેવો પડે છે. ને તેની રીતે જુવો તો પણ જુવો. (વ.૧૯) જેને ભગવાનની ઓળખાણ થઇ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચ વિષયના સુખને ઈચ્છવુ નહિ. તો જુવો, આથી તો ઓળખાણ થઇ છે. તો માયિક વિષયમાં કેમ ચિત્ત જાય? ને ચિત્ત ન જાય તો ધર્મ ભંગ થાય નહી. માટે માંહી છે તેજ બહાર આવે છે. માટે ભગવાનની ઓખાણ જ નથી થઈ. (વ.૧૯) જે નરકના કીડા છે તે તો નરકને વિષે પરમ સુખ માને છે. પણ મનુષ્ય હોય તે તો નરકને પરમ દુ:ખદાયી માને છે. માટે આ વચનથી જુવો. તો ભગવાનની ઓળખાણ ન થઇ હોય તો પણ મનુષ્ય હોય એટલે સત-અસતનુ જ કેવળ જ્ઞાન છે. તો પણ વિઘ્ન રૂપ માયિક વિષયમાં ભૂલે પણ ન જોડાય. તો આ તો ભગવાનની ઓળખાણ વાળા છે, ને વળી વિશેષમાં જ્ઞાની છે. તેને તો કાક વિષ્ટામાં ભૂલે પણ ચિત્ત ક્યાંથી જાય? ન જાય. તો જો ચિત્ત જ નથી જતુ તો ક્રિયારુપ ધર્મ ભંગ ક્યાંથી થાય? ન જ થાય. ને જો ધર્મ ભંગ થાય છે તો કેવળ દંભ છે. માટે આ તો ત્રણ પ્રકારના ભક્તને તે સ્થિતિને બળે કરીને બાધ નથી એમ કહ્યું તે ઉપશમ દશા વાળાને ચિંતવન કરતે સતે ચિત્તની એકાગ્રતા દશાવાળાને સાંખ્ય જ્ઞાને કરીને દેહની વિસ્મૃતિ વર્તતી હોય એવા રાજા તેમના અધિકારની વાત બતાવે છે. ને સામાન્ય જન માટે તો સર્વેનો અધિકારરૂપ ધર્મનો ભંગ કરવોજ નહી. તે ક્યાં સુધી? તો જ્યાં સુધી દેહની સ્મૃતિ છે ત્યાં સુધી મર્યાદા મુકવીજ નહી. એ સર્વના સામન્ય ધર્મ છે. ને અધિકારવાળાની વાત ન કહેવાય. (જે.૪) એવી જે સ્મૃતિ તે તમારે સર્વે ને છે. માટે તમારું કલ્યાણ થઈ જ રહ્યું છે તો પણ મારી બાંધેલ જે ધર્મ મર્યાદા તેને જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી તમારે સર્વે પ્રકારે પાળવી. ત્યારે તમે કહેશો જે ભગવાન તો મળ્યા છે ને તેની સ્મૃતિ પણ નિરંતર રહે છે તેને વર્તમાન પાળ્યાનું શું પ્રયોજન છે? તો તેનુ તો એમ છે જે એકતો વર્તમાન દ્રઢ રાખે છે ને એક તો વર્તમાનમાં કસરવાળો છે તે બેમાં ફેર કેટલો છે તે કહીએ છીએ. “સ્મૃતિ તો બેયને છે, પણ જે નિયમ ધર્મ રહિત છે તે તો પોતાનુંજ કલ્યાણ કરે છે. પણ એનાથી બીજા જીવનુ કલ્યાણ થાય નહી ને તે એકાંતિક ભક્ત પણ ન થાય ને તે ભગવાનના નિર્ગુણ ધામને પણ ન પામે ને જન્મ મરણથી રહિત થાય ને તેથી સત્સંગમાં પણ ન બેસાય.” માટે આતો અધિકારીને દોષ નથી તેથી બીન અધિકારી પણ તેમ વર્તે છે તેતો પોતે નારકી થાય છે ને પોતાના સંગીને પણ તેવા કરે છે માટે વિચારીને પોતાનો અધિકાર કેટલો છે તેવા ધર્મના માર્ગે ચાલવું. પણ અવિવેકથી બીનઅધિકારથી ધર્મનો ભંગ કરીને અધર્મીની સાથે તેવા માર્ગે ન ચાલવુ. વળી વિશેષમાં મહારાજ કહે છે કે મૂળજ જેનુ કપાઇ ગયુ તે વૃક્ષ આપો આપ સુકાઈ જાય છે તો પછી ડાળ, પાન, પુષ્પ કે ફળની આશા ક્યાંથી પુરી થાશે? એ તો આશા જ નિષ્ફળ છે. તો જુવો (મ.૩૫) પોત પોતાના ધર્મમાં રહેવુ એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવુ તે કઠણ નથી એ તો વહાણમાં બેસીને સમુદ્ર તરવો એવો સુગમ માર્ગ છે. અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવુ તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે…. જો તેમાં ધર્મ ન હોય તો તે માથે પાણો લઇને સમુદ્ર તરવાને ઇચ્છે એવો જાણવો ને તેને ચંડાળ જેવો જાણવો. આ વચન તો ધર્મ સહીતથી મોક્ષ થવાનુ સુગમપણું બતાવે છે. ને ધર્મ રહિતથી તો મોક્ષ નહી થાય એમ બતાવીને ઉપરથી અવિવેકપણું એટલે મુર્ખતા કહે છે ને વળી મનુષ્યમાં પણ અધમરૂપ ચાર વર્ણમાંથી પણ કાઢી નાખ્યો, તો પછી ધર્મનો ત્યાગ મહારાજ કહે છે, તે વાત ક્યાં રહી? ને (શિક્ષાપત્રી) ||धर्मेण सहिता कृष्णभक्तिःकार्येति तद्रहः ॥१०२॥ || માટે એમ કહેવું તે તો ભૂલ ભરેલુ જણાયછે. તો ઉપર કહ્યા વચનોમાં કેમ ત્યાગ કરવાનુ કહે છે? પૂર્વ પક્ષ:- (મ.૨૬) ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા આત્મ જ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્ય પણું રાખવું એને જો ભક્તિને વિષે સહાયરુપ થતા હોય તો તો ઠીક છે. આ વચનથી તો કોઇક 'આત્મ જ્ઞાન સિધ્ધ કરવુ ને તે આત્મજ્ઞાનથી જ મોક્ષ થાય' એમ બળ બતાવે અથવા 'વૈરાગ્ય વિના મોક્ષ નહી થાય કેમકે વૈરાગ્ય વિના આ લોકમાંથી લુખા નહી થવાય. ને જયાં સુધી વિષયમાં રાગ રહે છે. ત્યાં સુધી મોક્ષ નહી થાય' એમ બળ બતાવે અથવા 'ધર્મે કરીને જ મોક્ષ થાય કેમકે પૂર્વે ઋષિ રાજાઓનો ધર્મથી મોક્ષ શાસ્ત્રમાં લખ્યો છે અથવા નિત્ય નિયમ શૌચાદી કર્યા વિના અંત:કરણ શુધ્ધ ન થાય તો અશુધ્ધ ચિત્તે ભગવાનની સ્મૃતિ ન રહે એટલે ધર્મથીજ મોક્ષ છે.' એમ બળ કહે છે ઉત્તર પક્ષ:- તો તેના ઉત્તરમાં મહારાજ કહે છે કે ના, એમ ધર્મથી કે આત્મ જ્ઞાનથી કે વૈરાગ્યથી મોક્ષ નથી પણ કેવળ ભક્તિથી જ મોક્ષ છે. માટે ભક્તિનુ જ મુખ્યપણુ રાખવુ ને તે ભક્તિ કરવામાં વિઘ્નરૂપ નિયમનુ ત્યાં ગૌણપણું કરવું એટલે તે તે નિયમને ત્યાં આગળ-પાછળ ટાઇમે કરવા અથવા વિસ્તારમાં હોય તે નિયમને અલ્પ સમયમાં પુરો કરીને ભક્તિ ધ્યાન સમયમાં કરવા પણ ત્યાં નિત્યનિયમ માંજ સર્વે કાળ કાઢીને પછી ભક્તિ ધ્યાનનો ટાઇમ ન ખોવો એમ બતાવીને ભક્તિનાં અંતરાય રુપ નિયમ જે સવારે ઉઠીને નહાવું, શૌચવિધિ કરવો વિગેરે માં ઉઠે ત્યાંથી આઠ વાગ્યા સુધી કાળ કાઢે ને પછી મારો ટાઈમ નોકરી કરવાનો થઇ ગયો છે અથવા બીજી કોઇ પ્રકારની પ્રવૃતિનો ટાઈમ થઇ ગયો એમ અંતરાયરૂપ થતા હોય ને તે ધર્મ નિયમને ત્યાં ગૌણ કરવા અને પ્રાત: સ્નાનાદિક સંક્ષેપમાં કરવા ને પછીથી સમય હોય ત્યારે વિસ્તારથી કરવા. એમ શાસ્ત્રમાં વચન છે. તેમજ મહારાજે આંહી કહ્યું છે તે જુવો. (મ.૬૬) કલ્યાણ તો એક ભગવાનના આશ્રયે કરીનેજ છે પણ ભગવાન છે તે અતિ સમર્થ છે ને તેની આજ્ઞાને બ્રહ્માદિક સમગ્ર દેવ પાળે છે તથા કાળ માયાદિક જે સર્વે બ્રહ્માંડના કારણ તે પણ ભગવાનના ભયથી સાવધાન થઇને ભગવાનની આજ્ઞામાં રહે છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને એ ભગવાનની આજ્ઞા છે તે દ્રઢ કરીને માનવી એજ ભગવાનના ભક્તનું લક્ષણ છે. તે સારુ સાધન સર્વે અતિ દૃઢ કરીને રાખવા એટલે એક ભગવાન વતેજ કલ્યાણ છે. અને સાધન છે તે તો ભગવાનની પ્રસન્નતા અર્થે છે. આમાં કલ્યાણ છે તે તો એક ભક્તિથી છે. માટે મુખ્યપણું ભક્તિનુંજ રાખવુ ને ને બીજા જે જે સાધન છે તે તો ભગવાનની આજ્ઞા છે માટે રાખવાજ પણ મુકી દેવાનુ કહેતા નથી. પણ ક્યાંઇ ગૌણ થઇ જાય તેનો બાધ નથી કહેતા. નહી તો જો મુકી દેવાનુ કહેતા હોય તો બ્રહ્માંડના કારણ દેવ પણ ભયથી સાવધાન થકા આજ્ઞામાં વર્તે છે. એમ શા માટે કહે? માટે એવા મોટા તે પણ ભગવાનની આજ્ઞાનો ભંગ નથી કરતા તો આપણાથી તો કેમ આજ્ઞાનો ભંગ થાય? ન થાય. પણ ભક્તિનુ મુખ્ય પણું છે. તેમાં વિઘ્ન રુપમાં ગૌણ પણું કરવાનું કહે છે. ને સહાય રૂપ જ્યાં છે ત્યાં તો મુખ્ય પણુ ધર્મનુજ રાખવાનુ છે પણ ત્યાગ કે ગૌણ કરવાનું નથી. (પ્ર.૨૫) અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે. તે જરૂર રાખવા જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નહાવુ ધોવુ અને પવિત્ર પણે રહેવુ તે કોઈ દીવસ શૂદ્રના ઘરનુ પાણી પીવે નહી. તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહી. તો ભગવાન છે તેતો એમ કહેછે કે બ્રાહ્મણ યોનીમાં જન્મ્યો ત્યાંજ તેને નાવુ ધોવુ ને પવિત્ર પણુ રાખવુ, એવો રાજાના કરની માફક શાસ્ત્રે નિયમજ બાંધ્યો છે. તેમ દ્રષ્ટાંતથી સિધ્ધ એજ કરેછે કે જયારે વર્તમાન ધાર્યા ત્યારથી જ ધર્મતો દ્રઢ રાખવોજ. એ સિધ્ધાંત કર્યો છે. તો તેનાં ત્યાગની ક્યાં વાત કરવી? એટલુ જ નહી પણ ઉપરથી આજ્ઞા બતાવે છે. 'ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહી એજ ભક્તનુ લક્ષણ છે. નહી તો ભક્ત જ નથી' એમ કહે છે. માટે (મ.૨૬) તો ધર્મનો ત્યાગ નથી કહેતા પણ સહાય રૂપ છે માટે દ્રઢ રાખવો પણ જયાં અંતરાય રૂપ થાય ત્યાં ધર્મને ગૌણ કરીને ભક્તિનું મુખ્ય પણુ રાખવુ એમ ધર્મનું બળુ મૂકી ને એક ભક્તિનુ બળ રાખવુ એમ કહે છે. (મ.૯) કોઈક કાળે ભગવાનના વયનો લોપ થતો હોય તો તેની ચિંતા નહી. પણ ભગવાનના સ્વરુપનો દ્રોહ થવા દેવો નહી. અને જો ભગવાનનુ વચન કાંઇક લોપાયુ હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છુટકો થાય પણ ભગવાનના સ્વરુપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છુટકો થાય નહી. માટે સમજુ હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થી પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવુ પણ ભગવાનની મૂર્તિનુ બળ રાખવુ. આ વચનથી વચનરૂપ ધર્મનો નાશ કરવાનુ નથી કહેતા પણ કોઇ સમયમાં જો વચનો ભંગ થઇ ગયો હોય તો પ્રાયશ્ચિતથી શુધ્ધિ થશે પણ જેનુ પ્રાયશ્ચિતજ નથી એવુ કામ ન કરશો. માટે જો કાંઈ આજ્ઞા લોપાઇ હોય તો ભલે, પણ ભગવાનના સ્વરુપનો દ્રોહ ન થવા દેવો એમ કહેછે. ને તેમાં પણ વિવેકથી કહે છે. કે જે સમજુ હોય એટલેકે વિવેકી હોય તેણે વચનમાં તો અવશ્ય રહેવું જ પણ ભગવાનના સ્વરુપનો દ્રોહ ન થાય તેમાં વિવેકથી વર્તીને વચનમાં રહે એટલે જયાં દ્રોહ નો પ્રસંગ છે એમ હોય ત્યાં વચન ગૌણ થાય તો વાંધો નથી એમ જ્ઞાનથી જાણીને વર્તી લેવું એમ બતાવે. કેમકે મોક્ષમાં સ્વરૂપ સાધનરૂપ છે માટે સ્વરુપનુ બળ રાખેછે. ને એમ સમજે છેકે આવા ભગવાનને જાણ્યા છે માટે આપણો મોક્ષ થઇ જ રહ્યો છે. પણ વચનનો ભંગ થયો છે તે તો પ્રાયશ્ચિત કરીને રાજી કરી લઇશુ માટે વાંધો નથી એમ બતાવે છે. (મ.૯) “કદાચિત સત્સંગથી બાહેર નીસરી જવાણુ તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત મટતુ નથી. અને હમણે સત્સંગમાં રહેતો હશે ને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે અને તેને જો ભગવત્ સ્વરૂપ નિષ્ઠા પાકી નહી હોય...” આ વચનથી જુવો તો કહે છે કે અહીંયા સત્સંગ શબ્દથી સંપ્રદાય નથી કહેતા પણ ચાલુ પ્રકરણ છે તેને જ વચનનેજ (ધર્મનેજ) કહે છે. તેમાં પણ આગળ એક વચનના બે ભેદથી કહે છે. માટે આંહી સતસંગ શબ્દ છે તે વર્તમાન ને કહે છે. માટે કોઈ કાળે જો વર્તમાનમાંથી એકાદ વર્તમાનનો લોપ થઈ ગયો તો પણ ભગવાન જેવા છે તેવા જીવમાં જાણ્યા છે તો મોક્ષમાં વાંધો નહી આવે. કેમકે જ્ઞાન જીવમાં પાકું થયુ છે. તેથી વચન લોપ્યુ તેનુ પ્રાયશ્ચિત થઈ જશે અને શુધ્ધ થઇ જવાશે માટે ધર્મનુ ગૌણપણુ કહે છે ને જો ધર્મનેજ મુખ્ય રાખશો તો હમણાં તો સત્સંગ (વર્તમાન) માં રહેતા હશો ને શાસ્ત્રના વચનરૂપ ધર્મમાં રહેતા હશો તો પણ ભગવાનનુ ગૌણપણું છે. તેથી મોક્ષની પ્રાપ્તિ નહી થાય. પણ ધર્મનું ફળ બ્રહ્માદિક દેવના લોકની પ્રાપ્તિ રૂપ નાશવંત પણુ થશે માટે (મ.૯) ધર્મનો ત્યાગ નથી કહેતા પણ ભગવાનના સ્વરુપની જ મુખ્યતા બતાવે છે. (પ્ર.૧૯) ધર્મ છે પણ પ્રીતિ, આત્મનિષ્ઠા ને વૈરાગ્ય નથી. તો બ્રહ્માંડને ભેદીને બાહેર ગતી થતી નથી માટે મોક્ષ નહી થાય માટે આંહી ધર્મ ત્યાગ નથી કહેતા પણ ગૌણપણુ કહે છે. (મ.૧૬) ભગવાની મૂર્તિને વિષે નિષ્ઠા રાખે તેને ભગવાનનુ સ્વરૂપ હૃદયમાં રહે એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે માટે જે સ્વરૂપ નિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહેજેજ રહે અને ધર્મનિષ્ઠા મોળી પડી જાય છે. આ વચનમાં તો સ્વરૂપ નિષ્ઠાની અધિકતા બતાવે છે. એટલે તેની સાથેજ ધર્મ રહે છે. માટે સ્વરૂપ નિષ્ઠા શુ છે? તો પ્રત્યક્ષ ભગવાનનુ વચન છે તેમાં નિષ્ઠા છે એટલે જેમ ભગવાન વચન કહે તેમાં સંશય વિના વર્તે પણ ત્યાં શાસ્ત્રના વચનનું પ્રમાણ ન જોવે. પણ તેમાં ધર્મ અધર્મ વિચાર્યા વિનાજ કરે. પણ સંશય ન થાય તે આંહી સ્વરુપનિષ્ઠા કહી છે. માટે પ્રગટ ભગવાનના વચનમાં સ્થિતિ તેને સ્વરૂપનિષ્ઠા કહીએ ને જો ત્યાં શસ્ત્રનાં વચનની પ્રમાણતા વિચારવા રહીએ તો સ્વરુપનિષ્ઠા ન રહી. માટે સ્વરુપનિષ્ઠા છે તેમાં ધર્મ રહ્યો જ છે. કેમકે ભગવાન અધર્મવાળુ વચન નજ કહે પણ આપણી બુદ્ધિ ન પહોંચે તેથી ક્યાંઈક ધર્મને અધર્મ માની બેસીને મુર્ખતાથી “આતો અધર્મવાળુ વચન છે માટે આપણાથી કેમ થાય?” ન થાય એમ માને છે. પણ શાસ્ત્રના વચનમાં ક્યાંઈક ઉપરથી ધર્મ જેવું જણાતુ હોય પણ ધર્મ નથી પણ ધર્માભાસ છે, ને કાંઈક ઉપરથી અધર્મ જણાતો હોય પણ તેજ ધર્મ છે. (ને ક્યાંઈક ઉપરથી અધર્મ જણાતો) માટે સ્વરૂપ નિષ્ઠામાં ધર્મ સહેજેજ રહ્યો છે. માટે સ્વરુપનિષ્ઠા રાખવી એમ કહે છે પણ ધર્મનિષ્ઠાનો ત્યાગ કરીને સ્વરુપનિષ્ઠા રાખવી એમ નથી કહેતા, પણ ધર્મ તો જો સ્વરુપનિષ્ઠા રાખે તો સહજ સ્વભાવથી રહે છે પણ આજ્ઞા નહી કરવી પડે કેમકે ભગવાનને ભગવાન જાણ્યા તો મરજી કેમ લોપાય? ન લોપાય. એટલે કપિલ મહારાજના વચન પ્રમાણે ભયથી સહેજેજ થઇ જાશે, માટે આમ ગૌણપણું કહે છે પણ જાણી જોઇને ધર્મ ગૌણ પાડીને સ્વરુપનિષ્ઠા રાખો એમ તો નથી જ કહેતા તે જુવો. (મ.૧૬) યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતુ પછી જયારે ભારતની લડાઇ થઇ તયારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યુ જે ॥सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ॥ गी. अ. १८ श्लोक ६६॥ એ વચનને માનીને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યુ નહોતુ તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ. તો જુવો સ્વરુપનિઠા શું? તો પ્રગટ ભગવાનના વચનમાં સ્થિતિ રહે તેને સ્વરુપનિષ્ઠા આંહી બતાવે છે. ને બીજે ઠેકાણે બીજી રીતની સ્વરુપનિષ્ઠા કહે છે. માટે શાસ્ત્રના વચનનો ખ્યાલ રાખીને ચાલવુ જેથી અવળી સમજણે કરીને અવળે માર્ગે ન ચાલ્યા જવાય ને કેવળ શાસ્ત્રના વચનમાં ભાર તેને ધર્મનિષ્ઠા કહી. માટે બેય નિષ્ઠા આંહી એકજ છે પણ ફેર કેટલો? તો એક પ્રગટ ભગવાનના વચનમાં વર્તવારુપ નિષ્ઠા છે ને એક (પરોક્ષ ભગવાનના વચનરૂપ) શાસ્ત્ર છે તેમાં વર્તવા રુપ નિષ્ઠા છે. માટે પરોક્ષ વચનમાં (શાસ્ત્રમાં) નિષ્ઠાને ધર્મનિષ્ઠા શબ્દથી બતાવે છે. ને પ્રત્યક્ષ ભગવાનના વચનરુપ નિષ્ઠાને સ્વરુપનિષ્ઠાથી કહે છે. પણ બેય નિષ્ઠા ભગવાનના - વચનમાંજ છે. પણ પ્રગટ ને પરોક્ષ વચનરૂપ છે. માટે બેય ધર્મનિષ્ઠા જ છે. પણ પ્રગટના વચનનું મુખ્ય પણુ રાખવું ને પરોક્ષ વચનનુ જો ગૌણપણુ કયારેક થઇ ગયુ હોય તો બાધ નથી પણ જાણીને તો ગૌણ પણુ ન જ કરવુ. (પં.૬) જેની પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરુપમાં અચળ મતિ હોય ને એ મતિ કોઇ દીવસ વ્યભિચારને ન પામતી હોય ને તેની વતે કોઇ કુસંગે કરીને કદાચિત કાંઇક અવળું વર્તાઇ ગયુ હોય તો પણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહી એનુ કલ્યાણ થાય. આ વચનમાં તો જ્ઞાને કરીને ભગવાનને જાણીને તેમજ વર્તે છે. પણ તે ભગવાનમાંથી કોઈ કાળે મતિ એટલે જ્ઞાન પલટાઈ ને અવળે માર્ગે નથી જતુ એટલે ભગવાનપણામાં સંશય કોઈ પ્રકારે નથી તેથી ભગવાનની આજ્ઞાનો ક્યારેય ભંગ કરતોજ નથી. તો પણ કયારેક કુસંગ થઇ ગયો ને તેના સંગથી મદ્યપાની ની માફક પોતાનુ ભાન ભૂલી ગયો ને કાંઇક અધર્મ થઇ ગયો તો પણ મોક્ષમાંથી નહી પડી જાય એમ બતાવે છે. પણ ધર્મનો ત્યાગ કરવાનો નથી જ કહેતા પણ દારુ-પાનથી ઉન્મત થઇ ગયેલાને જેમ ભાન નથી તેમ કુસંગથી ઉન્મત થયો છે ને હું કોણ છું તે ભાન ભૂલી ગયો એટલે ‘હું ભક્ત ભગવાનનો દાસ છું તે મારાથી આ ન થાય' એમ ભાન નાશ થઇ ગયુ છે તેથી અજાણે અધર્મરુપ પાપ થઈ ગયુ તેનુ પ્રાયશ્ચિતથી શુધ્ધિ થઈ જશે માટે મોક્ષમાં વાંધો નહી આવે એમ બતાવે છે. પણ જાણી ને પાપ કર્યુ છે તેનુ તો પ્રાયશ્ચિત જ નથી માટે મોક્ષમાં વાંધો મોટો આવશે. માટે આ વચનથી તો પરાધીન રૂપ અજાણમાં ધર્મ ગૌણ થાય તો દોષ નથી. એમ કહે છે. પણ ધર્મ ત્યાગ નથી કહેતા. (૫ં.૭)આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરુપની દૂઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરુપમાં કોઇ દિવસ માયિક પણાનો સંશય ન થતો હોય ને તેને કદાચિત હોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધ કર્મને યોગે કરીને કાંઇ અવળુ વર્તાઇ જાય તો પણ કલ્યાણ થાય અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહા ત્યાગી હોય તો પણ તેનુ કલ્યાણ થવું અતી કઠણ છે. આ વચનમાં તો ભગવાનને જાણ્યામાં કાંઇ સંશય નથી. તો કદાચિત કુસંગના યોગથી ઉન્મત થઇને કાંઈ પાપ કરે તો પણ (મોક્ષમાં) વાંધો નથી પણ જાણીને ધર્મનો ત્યાગ કરવો એમ નથી બતાવતા ને અજાણે કુસંગે કરીને પાપ થઇ ગયુ હોય તો મોક્ષમાંથી નહી પડે કેમકે પ્રાયશ્ચિતથી શુધ્ધ થવાશે ને જો ભગવાનને જાણવામાં ખોટ છે તો ધર્મ ગમે તેટલા પાળશો તો પણ મોક્ષ નહી થાય ને તે ધર્મનુ ફળ પૂર્વે કહ્યુ તેવુ સ્વર્ગાદિક નાશવંત ફળ થશે. પણ મોક્ષ નહી થાય એમ બતાવે છે પણ ધર્મનો ત્યાગ નથી કહેતા. ને (પં.૬ ને ૫ં.૭) માં બેય જ્ઞાનથી જાણવારુપ સ્વરુપનિષ્ઠા બતાવે છે. પણ બેયમાં ફેર કેટલો છે. તો (૫ં.૬)માં ઐશ્વર્યથી અવતારીપણે જાણીને નિષ્ઠા રાખે ને (૫.૭) માં દિવ્યને મનુષ્યનુ ઐક્ય પણુ ને સાકારને નિરાકારનુ ઐક્યપણુ ને સગુણ ને નિર્ગુણનું ઐક્યપણુ સારી રીતે જાણીને સંશય ન રહે ને તેમ વર્તવારુપ નિષ્ઠા છે. માટે આંહી બેય જ્ઞાનનિષ્ઠા છે પણ આટલો આંહી ફેર છે પણ (મ.૧૬) માં જે કહી તે સ્વરુપનિષ્ઠા (ભગવાને કીધેલા જે નિયમ પાળવા તે પણ પં. ૬ માં તો ભગવાનને સર્વોપરી જાણવા તે નિષ્ઠા છે) તે આંહી નથી એમ સ્વરૂપનિષ્ઠા માં ફેર છે. (મ.૧૩) અને જો ભગવાનના સ્વરુપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિરસ્વાદ અને નિ:સ્નેહ એમાં કાંઈક થોડી ઘણી કાચ્યપ રહી જાય તો તેની ચિંતા નથી...... ભગવાનનો આ કહ્યો એવી રીતે દ્રઢ આશ્રય હોય તે જાણીને તો ભુંડુ કર્મ કરેજ નહી પણ કદાચિત ભૂંડા દેશ કાળાદિકને યોગે કરીને જો કાંઇક અવળુ કર્મ થઇ જાય તો પણ તે દૃઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહી. આ વચનમાં તો ભગવાનનું સર્વ કર્તા-હર્તાપણું વિગેર ઐશ્વર્ય જાણીને ભગવાનમાં જોડાયો છે માટે એવો આશ્રય છે ને કદાચ પંચ વર્તમાન રૂપ ધર્મમાં કાચ્યપ રહી ગઈ તો પણ તેનો બાધ નથી કેમકે ભગવાનને ભગવાન જાણ્યા છે. માટે જયારે મોટા સંતનું વચનરૂપ બાણ વાગશે તયારે આપો આપજ તે ખોટ નાશ થઇ જાશે. માટે તેની ચિંતા નથી એમ બતાવે છે. પણ ધર્મ ત્યાગ કરવાનું નથી કહેતા. ને વળી આવો દૃઢ આશ્રય વાળો તો જાણીને તો ભુંડુ કરેજ નહી એમ 'જ' કાર શબ્દથી નિશ્ચય કરી આપે છે કે ધર્મનો ત્યાગ કરી શકતો જ નથી પણ ભૂંડા દેશ કાળના યોગથી થઈ ગયુ તો શો વાંધો છે? કાંઇ વાંધો નથી. અવળું કર્મ અજાણથી થઈ ગયુ તો શુધ્ધ થવાશે જયારે શુભ દેશ કાળનો યોગ આવશે અથવા સંતનો યોગ થશે એટલે દીવાનાં સંગથી જેમ નેત્રનું અંઘારુ આપોઆપજ નાશ થાય છે તેમ તરતજ શુધ્ધ થઈ જશે માટે ધર્મ ત્યાગ નથી કહેતા. (મ.૪૫) ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય એવુ કર્મ કરે તો આને આ દેહે પરમ પદ પામ્યા જેવું સુખ ભોગવે.... સંતને કુરાજી કરે.... તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે. આ વચન પણ ભગવાનને સંતના ગમતામાં વર્તવાનું બતાવે છે. તેથી સ્વરુપનિષ્ઠા જ છે. ને તેમ વર્તવાથી મોક્ષ આજ દેહમાંજ છે. એટલે આ લોકમાં સર્વે તેનો વિશ્વાસ કરે ને આ લોકનું સુખ ભોગવે છે.નેઆજ્ઞા પ્રગટની માને છે. ને સાથે સંતને સેવે છે. માટે નિષ્કામ ભાવરૂપ જ્ઞાન મળે છે. માટે મોક્ષને પામેછે. ને જે કુરાજી કરે છે એટલે ધર્મનો ત્યાગ કરે છે. તો નર્કમાં પડવું પડે છે. એમ નકકી કરી આપે છે. ને જે કાંઇ સ્વર્ગની પ્રાપ્તિ થાય એવા શુધ્ધ કર્મનો પણ નાશ થાય છે. આંહી શુભ ધર્મનો ત્યાગ કરવાથી તો બેય પ્રકારની ખોટ આવે છે. એક કરેલ શુભ કર્મનો નાશ ને બીજી ઉપરથી નર્કની પ્રાપ્તિ બતાવે છે. માટે ધર્મ ત્યાગ કરવાનુ નથી કહેતા પણ નિશ્ચય કરી આપે છે. કે ધર્મ ત્યાગ ન કરવો ને કરશો તો આ બે ખોટ તમારે માથે છે. એમ ભય બતાવીને પણ ધર્મમાં રહેવાનું કહે છે. માટે આપે કહ્યું કે મહારાજ ધર્મ ત્યાગ કરવાનો શા માટે કહે છે? તો આપનુ કહેવુ યોગ્ય નથી પણ (આગળ કહ્યા પ્રમાણેનાં ત્રણ પ્રકારનાં) અધિકારીમાં દેહની વિસ્મૃતિથી જોનારની દ્રષ્ટિએ (ધર્મ ગૌણ) જણાય છે ને બીજા વચનમાં ભગવાનનું મુખ્ય પણું છે માટે પ્રધાન પદ ભક્તિનું છે. પણ ધર્મનું નથી એમ ધર્મનું ગૌણપણું છે પણ ધર્મનો ત્યાગ કરવાનુ નથી જ કહેતા ને જો ધર્મનો ભંગ કરો તો બેય પ્રકારની ખોટ ને ભગવાનનો પછી સ્વપ્નમાં પણ યોગ નહી રહે એમ બતાવે છે. પોતે અનુભવ સિધ્ધ કરેલ અર્થને શ્રુતિ સ્મૃતિથી અતિ દ્રઢ કરાવે છે એટલે પોતે જે અર્થ જાણ્યો તે અને વેદના વચનથી ને સ્મૃતિ(મુની)ના વચન છે એમ દૃઢ કરે છે કહેતા તેવા મહારાજના વચન છે કે નહી? ને તેવા વચન મુનીઓના છે કે નહીં? તેના ટેકા રૂપ વચનથી સ્થિર કરે તો વેદ વચન તો મહારાજ વચન તો શિક્ષાપત્રીમાં તો. (શ્લો.૩૯) ।। ધર્મેણ રહિતાકૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વયા । (શ્લો. ૧૧૨) I॥ ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યતિ તદ્રહ: ।। (મ.૩૫) ભગવાનનુ નામ સ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય તો તે માથે પાણો લઇને સમુદ્રને તરવાને ઇચ્છે એવો જાણવો ને તેને ચંડાળ જેવો જાણવો. આ શ્રુતિ વચન તો ધર્મનો ત્યાગ કરીને (સર્વે-પ્રકારે) ભક્તિ ન કરવી ને ધર્મસહિત ભક્તિ કરવી તે અમારું રહસ્ય સિધ્ધાંત છે. ને જો ધર્મ મુકી ભક્તિ કરે તેને તો મુર્ખ જેવો ને ચંડાળ તુલ્ય કહે છે એમ સિક્કો માર્યો છે. તેથી ધર્મ મુકવાની વાત કરે તો શ્રુતિ ની સાથે વિરોધ આવે એટલે મહારાજને રાજી કરીને ધામમાં જવાનું તે કુરાજી કરીને ધામ ક્યાં મળશે? એ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યુ તેમ થાય ॥ મારી કુંવર નર નાથ પછી ટીલે બેસવા ઇચ્છે તે ક્યાંથી મળશે? ને વધારામાં (શિક્ષા. શ્લો.૧૦૩) || धर्मो ज्ञेयः सदाचारः श्रुतिस्मृत्युपपादितः ।। વેદને સ્મૃતિમાં પ્રતિપાદન કર્યો ને તે ધર્મનુ મુનીઓએ આચરણ કર્યુ તે લેવો ને મુનીયોએ આચરણ ન કર્યો તે તેને મુકી દેવો. કેમકે ધર્માભાસ છે. ને મુનિયોએ આચરણ કર્યો હોય પણ જો મહારાજનું વચન ન હોય તો તે છળ ધર્મ છે માટે તેનો તો દૂરથી જ સર્પને સિંહની માફક ત્યાગ કરવો. ને મુની વચન તો “વિપત્તિ વિરચી દીન વચન નવ ભાખે!” આ તો વિપત્તિ કાળમાં દીન વચન ન બોલે તો તેવુ દીન વચન રુપ ધર્મ ત્યાગ તો ક્યાંથી કરે? કેમકે મનમાં સંકલ્પ જેટલો પણ ન કરે તો આચરણની તો વાત જ ક્યાં રહી? (વચનવિધિ) ।। વચન લોપી જાણે સુખ લેશુ રે નહિ પામે પામર નર સુખ રે રહિ હરિ વચનથી વિમુખ રે ।। આ વચન તો વચન લોપથી સુખ મળશે તે તો હશુ તો કહીશુ હરિ વચન લોપી વિમુખ સુખ નહિ જ પામે ને ઉપર સિક્કો મારે છે. “વણ કારસે વારી મળે તો કોણ જાય કુપ કાપવા” માટે બીજા ગ્રંથ સર્વે જુઓ તો તે પણ ટેકારુપતો ધર્મનું પ્રતિપાદન કરે છે માટે ધર્મનાં ત્યાગની વાતજ નથી. પૂર્વ પક્ષ:- કેટલાક ધર્મનો ત્યાગ કરવાનું કહે છે. પોતે ધર્મ મુકીને વર્તે છે ને બીજાને પણ તેમ વર્તાવે છે તો તોનું કેમ સમજવું? કેમકે તે પણ શ્રુતિ વચનની સાખ લઇને કહેછે. (ગીતા વચન અ.૪ શ્લોક ૩૭) ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥ ४-३७॥ (સા.૯) અજામેળ મહા પાપી હતો ને દીકરાને યોગે નારાયણ એવુ નામ લીધુ તે સર્વ પાપથી છુટીને પરમ પદને પામ્યો. (પ્ર.૫૬) અંત સમયે જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છુટીને બ્રહ્મ મહોલને વિષે નિવાસ કરે (મ.૪) જો ગમે તેટલા પાપ કર્યા હોય ને જો ભગવાનનું એક નામ લીધુ હોય તો સર્વે પાપ બળીને ભસ્મ થઇ જાય છે. (છે.૨૬) મારે વિષે શુભ-અશુભ ક્રિયા લાગતી નથી હુંતો અસંગ છું….... કાંઇક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે? (છે.૩૨) ભગવાન તે તો પતિત પાવન છે અધમ ઉધ્ધારણ છે તે માટે કાંઈક ધર્મ વિરુધ અવળુ વર્તાઇ જશે તો તેની શી ચિંતા છે? આમ મહારાજના વચનથી ધર્મને મૂકીને ચાલે છે ને બીજાને પણ તેમજ ચલાવે છે. ઉત્તર પક્ષ:- તો આપ જે કહો છો તે વાત સાચીજ છે. વચન તો મહારાજના જ છે પણ અર્થનો અનર્થ કર્યો તેથી શું થાય? કેમકે પોતાને રુચી છે તેવો તે વચનો અર્થ કરી લીધો ને તેમ પોતે ચાલે ને બીજાને પણ તેમ ઉપદેશ કરે છે. તેથી શું મહારાજ રાજી થઈને ધામ આપશે? માટે આપણે તો તે મત મુકીને મહારાજના સિધ્ધાંત ને અનુસરવું. ગીતા વચનથી જાણી લીધું કે કર્મ બળી ગયા એટલે આપણે માની લેવુ કે આપણે ભગવાન છીએ? એમ કદાચીત જાણી લીધુ તેથી શું સર્વે કર્મ બળી ગયા? ને જો બળી ગયા છે એમ બોલો તો પરીક્ષા તો કરવી પડે તો કાંટે ચડે તયારે સત્ય થાય. તેમ આંહી પણ કાંટે ચઢાવીએ. તો શુ? તો જો કર્મ સર્વે બળી ગયા તો પછી કર્મ વિનાનો દેહ શાનો રહ્યો? કેમકે જેના મૂળ કપાઇ ગયા તે વૃક્ષ સુકાઈ જશે ને મૂળથી ઉખડી જશે. તેમ દેહના મૂળ પ્રારબ્ધ કર્મ તો બળી ગયા. તો દેહ કેમ રહ્યો? ને જો દેહ રહ્યો તો કર્મ નાશ નથી થયા એમ નક્કી થયુ. પૂર્વ પક્ષઃ તો તે ગીતા વચન (જ્ઞાનથી કર્મ બળી જાય છે તે) ખોટુ કહેશો ? ઉત્તર પક્ષઃ તો તે વચન ખોટુ નથી પણ આપે અર્થનો અનર્થ કર્યો છે. માટે તેમ વિરુધ્ધ લાગે છે. પણ તેનો અર્થ એમ કરો જે જયારે જ્ઞાન થયુ એટલે ભગવાનનું સુખ ઓળખાણુ ને માંયિક સુખ તો તુચ્છ ને દુ:ખ મિશ્ર છે, ને નાશવંત છે ને જયાં સુધી યોગ હોય ત્યાં સુધી તેવુ દેખાય પણ વિયોગની સાથે નાશ થઈ જાયને જાણ્યે તે મેં કોઇ દીવસ જોયુ જ નથી ને ભોગવ્યુ જ નથી એમ થઇ જાય છે. ત્યારે આપો આપ તેમાંથી પાછો વળે ને ધીરે ધીરે તે પાપ કર્મને મૂકીને ભગવાનની ભક્તિને અંતે પાપ માત્ર તેનો નાશ થઈ જાય ત્યારે એરણ ઉપર ચડાવેલ મણીની માફક તેના ઉપર ચઢેલ કર્મનો લેપ નાશ થઈ જાય ને ભગવાનના ધામમાં જાય છે. માટે જ્ઞાનાગ્નિ સર્વે કર્મ બાળે છે એમ કહે છે. પણ ધીરે ધીરે કર્મ નાશ થઇ જાય છે એમ જાણવુ પણ જ્ઞાન જ કર્મ બાળી દે છે તે વાતજ ખોટી છે. કેમકે અગ્નિનો ખોરાક કર્મ નથી પણ અગ્નિ નો ખોરાક તો કાષ્ટાદિક છે પણ સોનુ નથી તેમ જ્ઞાનાગ્નિ નો ખોરાક અજ્ઞાન છે પણ કર્મ નથી. તો તેના વિરોધીને બાળે પણ વિરોધી જ નથી તેને તો ક્યાંથી બાળે? પણ અર્થ જો યુકિતથી યુકત થાય તો વિરોધ ન આવે ને અર્થ પણ સરળ થઈ જાય છે. તેમ આંહી પણ તેમ ઉપલક અર્થ લઈએ તો તેમાં પૂર્વાપર દોષ આવે પણ યુકિતથી અર્થ કરી લ્યો તો બાધ ન આવે ને માર્ગ પણ સરલ થાય તો યુકિત તો તેમાંજ છે. પણ તે યુકિતને મુકીને પોતાની રુચી અનુસાર અર્થ લઈ લીધો છે માટે જુવો. (સા.૯) જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનુ ધ્યાન કરવા જાય તો થાય નહિ માટે એવા ને તો આત્મનિષ્ઠાનુ બળ રાખવુ.... મહિમા એમ વિચારવો. આમાં તો ધર્મના લોપનું વચન જ નથી પણ રજો-તમો ગુણનુ બળ છે ત્યાં સુધી નથી ટળતુ ને તેને ધ્યાન થાય નહી માટે તે વખતે તો ધ્યાન મુકીને તે ગુણ ટાળવાનો પહેલા ઉપાય કરો. એટલે તે ગુણ દેહના યોગે કરીને છે માટે પ્રથમ સાંખ્ય જ્ઞાનથી જુદા પડો ને પછી માંહી રહેલા સંકલ્પને મટાડવા માટે ભગવાનનો મહીમા જાણવાનો બતાવ્યો તેમ વિચાર કરતા કરતા ગુણનો નાશ થાય ત્યારે ધ્યાન કરવુ એમ બતાવે છે પણ ધર્મનો લોપ કરવાનુ નથી કહેતા પણ તેથી વિપરીત ગુણ રજ-તમ મટે એટલે ધ્યાન કરવું એમ કહે છે. તેમ દૃષ્ટાંત પણ અજામેળનુ છે. તે નારાયણ નામ ઉચારણ માત્રનું ફળ નથી પણ મુનીના સંકલ્પનું બળ છે તેથી પાર્ષદ દ્વારા ભગવાનના દર્શન થયા ને પછી તે દર્શનથી અંત:કરણ શુધ્ધ થયુ ત્યારે તે પાપ રુપ પુત્રાદિકને મુકીને ધ્યાન કરીને આ દેહના ભાવોથી જુદો થયો ત્યાર પછી મુકિત થઇ છે. (માટે આતો તેમને માટે (ભગવાન મેળવવા) તેમનાથી (ધર્મ મૂકીદેવાથી) વિરોધ મટે તેમ કહેવુ તે ખોટુ છે) (પ્ર.૫૬) જેને ગોપીયોના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે.... બીજા સાધનના બળને તજીને એકલુ ભગવાનની ઉપાસનાનું બળ રાખવુ ને એવો ભક્ત હોય તે તો એમ સમજે જે ગમે તેવો પાપી હોય ને અંત સમયે જો નારાયણ એવા નામનુ ઉચ્ચારણ થાય. આમા તો પ્રેમ લક્ષણાથી સાધન સર્વે પુરા થાય તેવા ન હોય તેને તો મહીમા સમજીને ઉપાસનાનુજ બળ રાખે એમ કહે છે. પણ ધર્મનો લોપ કરવાની વાત જ નથી ને જો અંત કાળે ભગવાનનું નામ ઉચ્ચારણ થાય તો ધામને પામે તેથી એવો ને એવો ધામમાં જાય છે? નથી જતો. પણ ઉત્તરોત્તર સારો યોગ પ્રાપ્ત થાય ને જો ઉપાય કરે તો નિર્ગુણ ધામને પામે, નહી તો ધામ ન મળે. પણ અંત સમયે ભગવાનનું નામ ઉચ્ચારણ જો નામીએ સહિત ઉચ્ચારણ થાય તો તે યોગ ભ્રષ્ટ થાય તો સારો યોગ આવે. પણ તે થવુ મુશ્કેલજ છે. કેમકે આજ દીવસ સુધી કર્યુ છે તેનો ચિત્તમાં પાશ લાગેલ છે. તેથી અંત કાળે ભગવાનના નામનુ ઉચ્ચારણ થાય જ નહી. ને જો કોઈ કદાચ ઉચ્ચારણ કરાવે તો તે ઉપરથી ઉચ્ચારણ માત્ર છે. માટે તેટલાથી યોગ ભ્રષ્ટ નથી થતો. પણ જો જીવમાંથી પ્રેમે સહીત ને ગદ્-ગદતાથી ઉચ્ચારણ થયું હોય તો યોગભ્રષ્ટ થાય. ને ધીરે ધીરે અજામેળની માફક મોક્ષને પામે ને જો પ્રેમે રહિત ને ગદ્-ગદ્ કંઠ વિના કેવળ શબ્દ માત્રના ઉચ્ચારણથી તે જીવતો હોય તે દેહ મુકયા પછી પણ ધામમાં જવાનો નથી માટે અહીંજ પ્રેમ લક્ષણા ભક્તિનુજ મુખ્યપણું કહે છે. પણ ધર્મ લોપ કરવાનુ નથી બતાવતા. (મ.૪) 'ભગવાનનું એક નામ લીધુ હોય તો સર્વે પાપ માત્ર બળીને ભસ્મ થઈ જાય' એવું મહાત્મ્ય સમજતો હોય તેને કેવી રીતે સમજે ત્યારે ધર્મમાંથી ડગાય નહી? તો આમાં તો આવી રીતે ભગવાનની મોટાઈ જાણતો હોય તો પણ કેમ સમજે તેણે ધર્મનો ભંગ ન થાય? તો આવી રીતે ભગવાનનો મહીમા જાણે છે તો પણ એમ જાણે જે મારે તો અખંડ ચિંતવન કરીને એકાંતિક ભક્ત થવું છે. એમ સમજે તો ધર્મનો કયારેય પણ લોપ ન થાય. (છે.૨૬) તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે હું તો આત્મા છું, બ્રહ્મ છું.... ભગવાનનો મહીમા બહુ મોટો સમજે..... જે હું એ ધર્મ પાળીશ તો મારી ઉપર ભગવાન રાજી થશે માટે આમાં તો આત્મનિષ્ઠા ને મહીમા છે, તે ધર્મ પાળવામાં વિઘ્ન રૂપ છે. માટે તેમ જાણીને આત્મનિષ્ઠા ને મહીમાનુ બળ ન લેવુ ને એમ જાણવુ જે જો હું ભગવાનના વચનને પાળીશ તો ભગવાન મારા ઉપર રાજી થશે માટે આમાં તો આત્મનિષ્ઠા અને મહિા ધર્મ પાળવામાં વિઘ્ન રુપ હોવાથી આત્મનિષ્ઠાને મહિમાનું બળ ન લેવું ને એમ જાણવું જે જો હું ભગવાનનાં વચન પાળીશ તો ભગવાન મારી ઉપર રાજી થશે ને જયારે ભગવાન રાજી થયા તો શો અર્થ બાકી રહ્યો? સર્વ અર્થ તેને મળીજ રહ્યા છે. (છે.૩૨) ભગવાને બાંધી જે ધર્મ મર્યાદા તેને વિષે નિરંતર વર્તે પણ તે ધર્મ મર્યાદાનો ક્યારેય લોપ ન કરે ને કુબુદ્ધિ વાળો હોય તે કેમ સમજે તો એવા મોટા જે ભગવાન તે તો પતિત પાવન છે, અધમ ઉચ્ચારણ છે....આમાં તો પ્રથમ તો, સદ્ બુદ્ધિ વાળો તો જેવી રીતે ભગવાનનો મહીમા જાણે છે તે કહ્યો તેથી કયારેય પણ ધર્મનો લોપ ન જ કરે ને જે કુબુદ્ધિવાળો છે તે ધર્મનો લોપ કરે છે. માટે કુબુદ્ધિ વિશેષણથી વ્યકત છે. માટે તેમ જાણે છે, ભગવાનની આજ્ઞારુપ ધર્મને જાણે છે તેથી કયારેય પણ ધર્મનો લોપ ન કરે ને તેમ વર્તે ત્યારે ધામમાં જાય છે. એટલે ધર્મ સહિત ભક્તિથી ભગવાનના ધામમાં જાય છે. પણ ધર્મનો લોપ કરવાથી તો ધામ નહી મળે ને ધક્કા મળશે એમ જાણો આવી રીતે (શિ. શ્લો.૧૧૬) છે. ને એવા ગુણવાળા થઈને એટલે આત્મ શબ્દથી અક્ષર રૂપ નિષ્ઠા કર્યા પછી આત્મા શબ્દથી પરમાત્મનિષ્ઠા કરવી એટલેકે હું ભગવાનનોજ દાસ છું પણ અક્ષરની માફક અહંભાવ કરવાનો નથી (એટલે કે હું ભગવાન છું એમ). એમ દાસત્વ રૂપ ઉપાસના વિના મોક્ષ થાય જ નહી માટે પરમાત્મા નિષ્ઠા કરવી. (પ્ર.૬૧) મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે માટે ત્યારે તો આત્મનિષ્ઠાવાળો હોય કે વગર આત્મ નિષ્ઠાવાળો હોય એ એ બેયને ભગવાનની ઉપાસના રુપી વહાણનું કામ પડે છે. માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તેજ કામમાં આવે. (મ.પ૭) પોતાને આત્મા રૂપે રહેવુ તેનુ એ પ્રયોજન છે જે હું આત્મા છું તે મારે વિષે કોઈ જાતનુ માયાનું આવરણ નથી. તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિષે તો માયાનો લેશ પણ કેમ હોય એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ન આવે તે સારુ આત્મનિષ્ઠા દ્રઢ કરીને જ રાખવી આ વચનથી એમ બતાવે છે. કેવળ આત્મા-જીવ રૂપે માનવાથી મોક્ષ નથી થતો. માટે જીવથી પર એટલે વિલક્ષણ ભગવાન તેમા નિષ્ઠા કરે એટલે ભગવાનનો આશરો રાખીએ એટલે મોક્ષ થશે (જ્યારે મનુષ્યરુપે ભગવાન હોય ત્યારે પોતા જેવા એક ભગતજ માનીએ પણ ભગવાન ન માનિએ) તેમાં પણ એમ મનાય કે જીવના સરખા સજાતીય ભગવાન છે તો શું કલ્યાણ કરશે? તે રૂપ દોષ મટાડવા કહે છે. જો જીવને પણ માયાનુ આવરણ નથી તો તેથી પર ને નિયંતા અક્ષરથી પણ પર ને અક્ષરાદિક સર્વેના નિયંતા ને આત્મા, ભગવાનમાં તો માયા હોયજ ક્યાંથી? એમ ભગવાનને વિષે નિર્લેપતા ધર્મ રહે માટે આત્મા શબ્દથી પરમાત્મ નિષ્ઠા કરવી એમ નિષ્ઠા પાકી કરીને જો ભજન કરે તો વિઘ્ન ન થાય. નહી તો વિઘ્ન થાય ને ફળમાં પણ ભેદ થઇ જાય.