@h1@ખાસ ચેતવણી@/h1@ @h2@પાત્રતા-અપાત્રતા@/h2@ જેને પરદેશ જવું હોય તેનેજ પાસપોર્ટ, વિઝા વિગેરે જરુરરી છે, જેને સાયન્સ કૉલેજ ભણવું હોય તેનેજ NIIT, JEE વિગેરે પરીક્ષાઓ આપવી પડે, જેને પહેલવાન થવું હોય તેને કસરત વિગેરે કરી શરીરનું ઘડતર કરવું પડે. એમ, જેને અક્ષર ધામમાં છેક પહોંચવું હોય તેના માટેજ સ્વામીશ્રીએ નીચેના વિષયો ઉપર શીખામણ આપી છે. જેમ શંખણી હોય તે પતિવ્રતાને વખોડે અને કહે કે હું કેવું સુખ ભોગવું છું ને તું તો હેરાન થાય છે પણ તે સાચું નથી. પતિવ્રતાનીજ કિંમત છે. એમ, જેને ભગવાનનાં ધામમાંજ છેક પહોંચવું હોય તેને આ વિષયોમાં કીધેલી આજ્ઞા-ઉપાસના પ્રમાણે વર્તવાનું છે. મર્યા પછી તેને સુખ છે અને ગમેતેમ વર્તનારને, ગમેતેની ઉપાસના કરનારને પુરે પુરુ સુખ મળતું નથી અને હેરાનગતિ ઉભીજ રહે છે. જેમ મરજીવો થાય તેનેજ સાચા મોતી મળે. ફક્ત ફટકીયા કે શંખલાથી જે સંતોષ માની લે તેને સાચા મોતી ન મળે. માટે, સ્વામીએ આ વિષયોમાં આજ્ઞા-ઉપાસના સાચી કઇ તે સમજાવ્યું છે. જેમ કોમર્સ કે આર્ટ્સ વાળા ને JEE વિગેરે પરિક્ષા નથી આપવી પડતી, જેમ મજૂરી કરીનેજ સંતોષ માનવો હોય તેને GPSC કે UPSC વિગેરે કોઇ પરિક્ષાઓ આપવી પડતી નથી. એવાને તો આજન્મમાં કોઇપણ મહેનત વિના આખો જન્મારો ગુમાવે છે પણ તેને ખરેખર સાચું સુખ મળતું નથી. તેનેતો સાચું સુખ ન મળવાથી પ્રેયનો માર્ગ લીધો છે એટલે ભલે, અત્યારે સુખ છે પણ મર્યા પછી અક્ષરધામ ન મળવાથી ત્રિવિધ તાપમાં બળવાનુંજ છે. માટે સ્વામીશ્રીએ શ્રેયનો માર્ગ બતાવવા સાચી સમજણ આપી ને આજ્ઞા-ઉપાસના ચોખ્ખી બતાવી છે. કૂતરાને જેમ ખીર સારી ન લાગે, નરકના કીડાને સુગંધ ગમે નહી, તેનેતો નરકમાંજ સુખ લાગે તેમ ગમેતેની ઉપાસના કરવાથી આ લોકમાંજ પડ્યા રહેવું પડતું હોવાથી તેનાં માટે આ વિષયો નકામાં છે. તે બધાં તો પાત્રજ નથી. શિક્ષાપત્રીમાં પણ આજ વાત કીધી છે કે જે પાત્ર નથી એટલે કે દૈવી નથી તેનાં માટે આ શિક્ષાપત્રી નકામી છે. માટે જેને અક્ષરધામમાં છેક જવું હોય તેનેજ ઉપાસના સ્વામિનારાયણની કરવી પડે. તેને બીજું લક્ષ્ય ન હોય માટે કૃપા કરીને કોઇ સ્વામીને દોષ દેશો નહી. ભલે, ગમેતેની ઉપાસના કરો તેમાં સ્વામીને કોઇ વાંધો નથી. માટે બીજાની ઉપાસના ત્યાગ કરવાથી તેનો-તેનો દ્રોહ થાય છે વિગેરે કહેવાનું મુકીને જેને અક્ષરધામમાં છેક પહોચવું હોય તેનેજ આ પુસ્તક વાંચવું અને અમને ક્ષમા આપવી. અમે કોઇ અવતાર નો દ્રોહ કરતા નથી અને તમે જે ઉપાસના કરો છો તેનો વિરોધ પણ નથી.