|| જય શ્રી સ્વામિનારાયણ ||
નારાયણદાસ સ્વામીની વાતો-નારાયણદાસ સ્વામી

ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ સાક્ષાત્ ભગવાનનીજ હોય અને એક ભગવન્નિષ્ઠાજ હોય. પોતે બ્રહ્મ થઇ પરબ્રહ્મને ભજે. પરબ્રહ્મ કોણ તેને ઓળખે પણ ગમેતેમાં ન બંધાય તો જ મોક્ષ થાય. જરુર નથી કે આપણે જેતે અવતાર વખતે મનુષ્ય જન્મ પામવો. ભગવાનતો કાયમ પ્રગટજ છે, અત્યારે પણ ભગવાને ઉપાસના માટેજ મંદિરોની રચના કરી છે તેથી આચાર્ય જે મૂર્તિ પધરાવે તે પ્રગટ સ્વયં શ્રીહરિજ છે પણ ઓઠું (પ્રતિક) નથી.....